રાષ્ટ્રીય કરણી સેનાના સુખદેવસિંહ હત્યા કેસની તપાસ NIAને સોંપાઈ
- ગૃહ મંત્રાલયના આદેશ બાદ જ NIA સક્રિય થઈ અને NIAએ કેસ નોંધ્યો
- અગાઉ હત્યા કરનારા 2 શૂટર્સ સહિત 3ની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી હતી
જયપુર, 19 ડિસેમ્બર: ડિસેમ્બર મહિનાની શરુઆતમાં જ એટલે કે 5 ડિસેમ્બરે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની પોતાના જ ઘરમાં શૂટર્સ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જો કે આ પછી પણ મોટો સવાલ એ જ રહે છે કે આ હત્યા પાછળ કોનો હાથ હતો. એટલા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલાની તપાસને લઈને મોટી કાર્યવાહી કરી છે. જેના કારણે આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે મંગળવારે આ અંગે આદેશ જારી કર્યો છે.
સુખદેવ સિંહ ગોગામેડીના હત્યા કેસમાં NIA તપાસ શરુ કરશે
ગૃહ મંત્રાલયના આદેશ બાદ જ NIA સક્રિય થઈ અને NIAએ કેસ નોંધ્યો. ટૂંક સમયમાં NIAની ટીમ આ કેસની તપાસ શરૂ કરશે. આ અંગે એનઆઈએની ટીમ પણ જયપુર પહોંચી શકે છે, જેથી હત્યા સાથે જોડાયેલા તમામ મુદ્દાઓની તપાસ થઈ શકે. ઉલ્લેખનીય છે કે રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ગોગામેડીની હત્યાના CCTV: રાજસ્થાન: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા, જૂઓ CCTV
10 ડિસેમ્બરે હત્યારાઓને પકડવામાં પોલીસને સફળતા મળી હતી
ગોગામેદીની હત્યા કરનારા બદમાશોએ ઘરમાં ઘૂસીને સુખદેવને ગોળીઓથી ઠાર માર્યો હતો. આ હુમલામાં ગોળીઓથી ઘાયલ થયેલા સુરક્ષાકર્મી અજીત સિંહનું પણ થોડા દિવસો સુધી ચાલેલી સારવાર બાદ મૃત્યુ થયું હતું. સુખદેવની હત્યા બાદ રાજસ્થાનમાં તણાવનો માહોલ સર્જાયો હતો, અનેક જિલ્લાઓમાં રાજપુત સમાજના જુથો દ્વારા દેખાવો પણ કરવામાં આવ્યા હતા. 10 ડિસેમ્બરે પોલીસે આ હત્યામાં સામેલ આરોપીની ધરપકડ કરી હતી. અન્ય આરોપી ઉધમ મુખ્ય શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ સાથે ચંદીગઢથી પકડાયા હતા.
હત્યા પાછળ ગેંગસ્ટર સામેલની શંકાને લઈને NIAને તપાલ સોંપવામાં આવી
હવે આ તપાસ NIAને સોંપવામાં આવી છે કારણ કે એવી શંકા છે કે ગોગામેડીની હત્યામાં કોઈ ગેંગસ્ટર સામેલ છે. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુનેગાર રોહિત ગોદારાએ ગોગામેડીની હત્યાની જવાબદારી લેતા કહ્યું હતું કે આ બધું અમે કરાવ્યું છે. આવી સ્થિતિમાં NIA ગેંગસ્ટર સહિત તમામ એંગલથી આ કેસની તપાસ કરી શકે છે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા