ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

સંસ્કૃતભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા 9 ડિસેમ્બરે યોજાશે

Text To Speech

ગુજરાત, 7 ડિસેમ્બરઃ સંસ્કૃત ભાષા પ્રત્યે નાગરિકોનો લગાવ હવે વધી રહ્યો છે. આ બદલાતી રુચિનું જ પરિણામ છે કે, આગામી નવ ડિસેમ્બરને શનિવારે સમગ્ર ગુજરાત રાજ્યના ૭૩૬ કેન્દ્રો ઉપર ૭૮,૬૪૭ અબાલ વૃદ્ધ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે.

સંસ્કૃતભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા ગુજરાતમાં સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે અને ઘર ઘર સુધી સંસ્કૃત પહોંચે તે લક્ષ્ય સાથે ગુજરાતમાં છેલ્લા ૧૯ વર્ષોથી સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરી રહી છે.

સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ વખતે સંપૂર્ણ ગુજરાતના ૭૩૬ કેન્દ્રો પરથી ૭૮,૬૪૭ છાત્રો પરીક્ષા આપશે. આ વખતે આ પરીક્ષામાં ઐતિહાસિક સંખ્યા થઈ છે. સંપૂર્ણ ભારતમાં જ્યાં જ્યાં સંસ્કૃતની પરીક્ષાઓ લેવાય છે તેમાં સૌથી વધુ સંખ્યા નોંધાયેલી હોય તો તે આ પરીક્ષામાં છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં સરકારી કર્મચારીના સ્વાંગમાં રહેલા આતંકીઓ વિરુદ્ધ પ્રશાસનની કાર્યવાહી

તારીખ: ૦૯ ડિસેમ્બરને શનિવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ પ્રવેશિકા અને પ્રમોદીકા પરીક્ષા અને બપોરે ૦૧ થી ૦૨ પ્રદીપિકા અને પ્રવાહિકા પરીક્ષા રહેશે.

આ પરીક્ષા પૂર્વે કેન્દ્ર સંયોજકો માટે ઓનલાઈન ચાર દિવસ ભણાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષા એપ્લીકેશન પરથી ખૂબ સારી તૈયારી કરી શકે તેવું આયોજન કરવામાં આવેલું છે.

સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને દરેક કેન્દ્રને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે. સંસ્કૃત ગૌરવ પરીક્ષા સમિતિ આ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે.

સાંજ સુધીના તમામ મુખ્ય સમાચાર જાણો માત્ર બે મિનિટમાં, HDNewsના ટૉપ-10 મારફત, જૂઓ વીડિયો અહીં –

Back to top button