200,000થી વધુ હિંદુઓનું ઘર ગણાતા દેશ પર તોળાયું મોટું જોખમ, જાણો શું થયું ?
- 2થી 2.5 લાખ હિંદુઓનું ઘર ગણાતા દક્ષિણ અમેરિકાના દેશ પર મોટો ખતરો
- દેશની અડધી જમીન પાડોશી દેશ કરી શકે છે હડપ
વેનેઝુએલા, 7 ડિસેમ્બર : વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ દેશની સરકારી માલિકીની કંપનીઓને ગયાના(Guyana) દેશના એસેક્વિબોમાં તેલ, ગેસ અને ખાણોની શોધખોળ અને ખોદકામ તાત્કાલિક અસરથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જેથી આ વિસ્તારમાં રહેતા હિંદુઓનું શું થશે તેના પર મોટું જોખમ તોળાયું છે. આ સ્થળ 2 લાખથી 2.5 લાખથી વધુ હિંદુઓનું ઘર છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ 61,600-ચોરસ-માઇલ (159,500-ચોરસ-કિલોમીટર) પ્રદેશ પર ફરીથી દાવો કરવા માટે લોકમત યોજ્યાના એક દિવસ પછી આ નિર્દેશ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તે ગયાનાનો બે તૃતિયાંશ ભાગ છે અને બ્રાઝિલની સરહદ પણ છે અને લગભગ ગ્રીસના આકાર જેટલું છે.
ગયાનામાં હિંદુઓ દ્વારા ધાર્મિક તહેવારોનું પણ ધામધૂમથી આયોજન
અહેવાલો અનુસાર, પ્યુ રિસર્ચ સેન્ટર અને Encyclopedia.com અનુસાર, ગયાનામાં 200,000 કે 250,000થી વધુ હિંદુઓ પણ રહે છે, જે વિશાળ હિંદુ વસ્તી ધરાવતો પશ્ચિમી ગોળાર્ધનો એકમાત્ર દેશ છે. 2012ના ડેટા અનુસાર, એસેક્વિબોની લગભગ 37% વસ્તી હિંદુ ધર્મને અનુસરે છે. સ્થાનિક અહેવાલો દર્શાવે છે કે, આ સમુદાય ધાર્મિક તહેવારો દરમિયાન યજ્ઞો, સામુદાયિક કાર્યક્રમો અને ઉજવણીઓનું આયોજન કરે છે અને એસેક્વિબોના હિંદુ સમુદાયે આ વર્ષે ગયાનાની રાજધાની જ્યોર્જટાઉનમાં આયોજિત વાર્ષિક દિવાળી મોટરસાયકલ સ્પર્ધામાં ઘણા પુરસ્કારો પણ જીત્યા હતા.
બપોર સુધીના સમાચાર જાણો ફટાફટ HDNews ટૉપ-10 દ્વારા, જૂઓ વીડિયો
ગયાનીઝ હિંદુઓ અનેક પડકારોનો સામનો કરીને કરી રહ્યા છે સંઘર્ષ
આ વિસ્તાર પર કબજો કરવાના વેનેઝુએલાના પ્રયાસની આ વિસ્તારમાં રહેતા હિંદુઓ પર શું અસર પડશે તે સ્પષ્ટ નથી. કારણ કે દક્ષિણ અમેરિકન રાષ્ટ્ર પોતે તેના નિરંકુશ પ્રમુખ માદુરોના વિરોધીઓ પર પ્રતિબંધો અને રાજકીય આધીનતાના આરોપોથી પીડાય છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનની એક બ્લોગ પોસ્ટ અનુસાર, ગયાનીઝ હિંદુઓ પણ અનેક પડકારોનો સામનો કરીને તેમની પરંપરાઓને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
વેનેઝુએલાને ગયાનાનું એસેક્વિબો કેમ જોઈએ છે?
આ સપ્તાહના પ્રારંભમાં વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં લોકમત બાદ, પ્રમુખ માદુરોએ વેનેઝુએલાની જાહેર કંપનીઓની સ્થાનિક પેટાકંપનીઓ બનાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં ઓઈલ જાયન્ટ PDVSA અને ખાણકામ જૂથ કોર્પોરેશન વેનેઝોલાના ડી ગયાનાનો સમાવેશ થાય છે. તેમણે આ કંપનીઓને ‘ એસેક્વિબોના સમગ્ર પ્રદેશમાં તેલ, ગેસ, ખાણોના સંશોધન અને ખોદકામ માટે ઓપરેટિંગ લાયસન્સ આપવા જણાવ્યું હતું.’
આ પણ જાણો :લખપતિ બનવાની સત્તાવાર સ્કીમ! અહીં તમારા 1000 રૂપિયા 2,91,000 બની જશે