ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસને PM મોદીની સલાહઃ આવું જ કરશો તો આગળ પણ નુકસાન વેઠવું પડશે

Text To Speech

નવી દિલ્હી, 05 ડિસેમ્બર: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીને જંગી બહુમતી મળ્યા બાદ PM નરેન્દ્ર મોદીએ વિપક્ષી એકતા પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ તેમના ઘમંડ, જુઠ્ઠાણા, નિરાશાવાદ અને અજ્ઞાનતા પર નિશાન સાધ્યું અને કોંગ્રેસના વિભાજનકારી એજન્ડા વિશે ચેતવણી આપતા કહ્યું કે, 70 વર્ષ જૂની આદતો આટલી સરળતાથી નથી જતી. આ લોકોની આવી જ અક્કલ રહેશે તો આગળ જતા નુકસાન ભોગવવાનો વારો આવશે.

વિધાનસભા ચૂંટણીમાં છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. આ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર બાદ તેલંગાણામાં જીત હાલ પૂરતું આશ્વાસન બન્યું છે. અગાઉ સોમવારે વડાપ્રધાન મોદીએ વિપક્ષને સંસદમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પર નિરાશ થવાના બદલે નકારાત્મકતા છોડીને આગળ વધવા જણાવ્યું હતું. પીએમ મોદીએ વર્તમાન વિધાનસભા ચૂંટણીના પરિણામ પર કહ્યું કે, વિપક્ષમાં બેઠેલા મિત્રો માટે આ સુવર્ણ તક છે.

વિપક્ષમાં બેઠેલા લોકો માટે સુવર્ણ તક: PM મોદી

વિપક્ષને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યું, ‘જો વર્તમાન ચૂંટણી પરિણામોના આધારે કહું તો વિપક્ષમાં બેઠેલા મિત્રો માટે આ એક સુવર્ણ તક છે. આ સત્રમાં હારનો ગુસ્સો બહાર કાઢવાના બદલે જો આ હારમાંથી શીખીને છેલ્લા 9 વર્ષના નકારાત્મક વલણને છોડીને આ સત્રમાં સકારાત્મકતા સાથે આગળ વધીએ તો દેશને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. દેશે નકારાત્મકતાને હંમેશા નકારી છે. ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા છે જે ખૂબ જ પ્રોત્સાહક પરિણામો છે. જે લોકો સામાન્ય વ્યક્તિના કલ્યાણ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત છે તેમના માટે આ પ્રોત્સાહક છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીએ ત્રણ રાજ્યમાં ભાજપની જીત બદલ નાગરિકોનો આભાર માન્યો

Back to top button