ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની મધ્યપ્રદેશમાં પરિણામો પર શું અસર થઈ?

  • ઘણા દિવસો સુધી ચાલેલી ભારત જોડો યાત્રાની ચૂંટણી પર બહુ અસર થઈ નહીં
  • રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ જ્યાંથી પણ પસાર થઈ ત્યાં કોંગ્રેસના સપના થયા ચકનાચૂર

નવી દિલ્હી, 4 ડિસેમ્બર : રવિવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ ઘણા દિવસો સુધી ચાલી હતી, પરંતુ તેની ચૂંટણી પર બહુ અસર થઈ નથી. પરિણામોની વાત કરીએ તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાંથી જે વિસ્તારોમાંથી પસાર થઈ ત્યાં પાર્ટીને નુકસાન થયું છે. કોંગ્રેસનો ગઢ ગણાતી કેટલીક બેઠકો પર પણ પરાજય થયો છે. અગાઉ કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની સફળતાનો મોટો શ્રેય કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને આપ્યો હતો. જે 20 વિધાનસભા મતવિસ્તારોમાંથી ‘ભારત જોડો યાત્રા’ પસાર થઈ, તેમાંથી કોંગ્રેસે 15 બેઠકો જીતી.

(એચડી ન્યૂઝની સૌથી લોકપ્રિય સિરીઝ – ટૉપ-10 અહીં વીડિયો જૂઓ)

મધ્ય પ્રદેશમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની નીકળી હતી ભારત જોડો યાત્રા

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી ‘ભારત જોડો યાત્રા’ કાઢી હતી. લગભગ 4 હજાર કિલોમીટરની પદયાત્રા આ વર્ષે 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. આ યાત્રા મધ્યપ્રદેશના બુરહાનપુર, ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને અગર-માલવા જિલ્લામાંથી પસાર થઈ હતી.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશના બુરહાનપુરથી શરૂ થઈ હતી. અહીં ભાજપની અર્ચના ચિટનીસે કોંગ્રેસના સુરેન્દ્રસિંહ શેરાને 31 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. સુરેન્દ્રસિંહ શેરાએ ગત વખતે જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસની સુમિત્રા કાસડેકર 2018માં નેપાનગર બેઠક પરથી ચૂંટણી જીતી હતી. બાદમાં તે ભાજપમાં જોડાઈ હતી. સુમિત્રા કાસડેકરે પણ પેટાચૂંટણી જીતી હતી. આ વખતે ભાજપે મંજુ રાજેન્દ્ર દાદુને ટિકિટ આપી, જેમણે કોંગ્રેસના નેતા ગેન્દુબાઈને 44 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. ગત વખતે પણ ખંડવાના પંઢાણામાં ભાજપે જીત મેળવી હતી અને આ વખતે પાર્ટીના ઉમેદવાર છાયા મોરેએ કોંગ્રેસની રૂપાલી જૈનને 28816 મતોથી હરાવ્યા છે.

2018માં ખંડવાની માંધાતા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના નારાયણ પટેલ જીત્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી જીત્યા. આ વખતે ભાજપે તેમને ફરી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસના ઉત્તમ રાજનારાયણસિંહ પુરાણીને હરાવ્યા હતા.

આ પણ જુઓ :તેલંગણાના DGPને ચૂંટણી પંચે સસ્પેન્ડ કર્યા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડી સાથે મુલાકાત બની કારણ?

Back to top button