ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગણાના DGPને ચૂંટણી પંચે સસ્પેન્ડ કર્યા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડી સાથે મુલાકાત બની કારણ?

Text To Speech

ચૂંટણી પંચે તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અંજની કુમારને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

તેલંગણાના ડીજીપી રાજ્ય પોલીસના નોડલ અધિકારી સંજય જૈન અને નોડલ (ખર્ચ) અધિકારી મહેશ ભાગવત સાથે વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીને હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ડીજીપીએ તેમને પુષ્પગુચ્છ પણ અર્પણ કર્યું હતું.

રેવન્ત રેડ્ડી સાથે ડીજીપીની બેઠક બાદ ચૂંટણી પંચની કાર્યવાહી

વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી વચ્ચે ડીજીપીની આ બેઠક બાદ ચૂંટણી પંચની કાર્યવાહી સામે આવી છે. વિધાનસભા ચૂંટણી માટે જાહેર થયેલી મત ગણતરીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસને તેલંગાણામાં મોટી રાહત મળી છે. તેલંગાણામાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે.

તેલંગાણામાં સાંજે 6 વાગ્યાની આસપાસ મત ગણતરીમાં કોંગ્રેસ 29 બેઠકો જીતી હતી અને 35 બેઠકો પર આગળ ચાલી રહી હતી. પાર્ટીના સમર્થકો વિજયની સંભાવનાને લઈને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને અભિનંદન આપી રહ્યા છે. દરમિયાન ડીજીપીની રેવન્ત રેડ્ડી સાથેની મુલાકાત ચર્ચામાં આવી હતી. તેલંગણાના પરિણામોમાં આ વખતે BRSને ઝટકો લાગ્યો છે.

PM મોદીએ 3 રાજ્યોમાં પ્રચંડ જીત બાદ વિપક્ષ પર કર્યા પ્રહાર

Back to top button