ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કહીં દુઃખી, કહીં ગમઃ ક્યાંક 16 મત, તો ક્યાંક 28 મતના અંતરથી હાર-જીત થઈ

  • 3 ડિસેમ્બરે તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.
  • રાજસ્થાન-મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ભાજપે સૌથી વધુ બેઠકો જીતી. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસે વધુ બેઠકો જીતી છે.

નવી દિલ્હી, 4 ડિસેમ્બર: દેશના ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. હવે આ ચાર રાજ્યોમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થશે. તેલંગાણામાં કોંગ્રેસે જીત મેળવી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જીત મેળવી છે. જો કે આ ચાર રાજ્યોમાં એવી ઘણી બેઠકો હતી જ્યાં માત્ર થોડા જ મતોના અંતરથી જીત-હાર થઈ હતી. જ્યારે કેટલીક બેઠકોમાં ઉમેદવારો રેકોર્ડબ્રેક મતોથી જીત્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર શંકર ધ્રુવ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં માત્ર 16 મતોથી ચૂંટણી હારી ગયા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર રમેશ મેંડોલાએ મધ્યપ્રદેશની ઈન્દોર-2 વિધાનસભા બેઠક 1.07 લાખ મતોથી જીતી હતી, જે આ ચાર રાજ્યોની 638 બેઠકો પર મોટી જીતમાં સામેલ હતી.

છત્તીસગઢની સૌથી મોટી જીત – રાયપુર સિટી સાઉથમાં ભાજપના ઉમેદવાર બ્રિજમોહન અગ્રવાલે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડૉ. મહંત રામસુંદર દાસને 67,719 મતોના માર્જિનથી હરાવ્યા હતા. બ્રીજમોહન અગ્રવાલને 1,09,263 વોટ મળ્યા હતા.

છત્તીસગઢની સૌથી નજીકની જીત – ભાજપના ઉમેદવાર આશારામ નેતામે કાંકેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શંકર ધ્રુવને માત્ર 16 મતોથી હરાવ્યા હતા. આશારામ નેતામને 67,980 વોટ મળ્યા હતા.

મધ્યપ્રદેશની મોટી જીત – ઈન્દોર-2 વિધાનસભા સીટ પર ભાજપના રમેશ મેંડોલાએ કોંગ્રેસ પાર્ટીના ચિન્ટુ ચોકસેને 1,07,047 મતોના માર્જિનથી હરાવ્યા. તેમને કુલ 1,69,071 મત મળ્યા.

મધ્ય પ્રદેશમાં સૌથી નજીકની જીત – શાજાપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરુણ ભીમાવડે કોંગ્રેસના હુકુમ સિંહ કરાડાને માત્ર 28 મતોના માર્જિનથી હરાવ્યા. અરુણને કુલ 98,960 વોટ મળ્યા હતા.

રાજસ્થાનની સૌથી મોટી જીત – રાજસ્થાનની વિદ્યાધર નગર સીટ પર ભાજપના ઉમેદવાર દિયા કુમારીએ કોંગ્રેસ પાર્ટીના સીતારામ અગ્રવાલને 71,368 વોટથી હરાવ્યા હતા. દિયા કુમારીને 1,58,516 વોટ મળ્યા હતા.

રાજસ્થાનમાં સૌથી નજીકની જીત – કોટપુતલી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હંસરાજ પટેલે કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ યાદવને 321 મતોથી હરાવ્યા. તેમને 67,716 વોટ મળ્યા હતા.

તેલંગાણાની સૌથી મોટી જીત – BRS ઉમેદવાર કેપી વિવેકાનંદે તેલંગાણાની કુતુબુલ્લાપુર સીટ પર ભાજપના કુના શ્રીશૈલમ ગૌડને 85,576 વોટથી હરાવ્યા. કેપી વિવેકાનંદને 1,87,999 વોટ મળ્યા હતા.

તેલંગાણામાં સૌથી નજીકની જીત – BRSના યાદૈયા કાલેએ તેલંગાણાની ચેવેલ્લા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના બીમ ભારત પામેનાને માત્ર 268 મતોથી હરાવ્યા.

આ પણ વાંચો, ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 રજૂ કરી, 1 લાખથી વધુ યુવાનોને નોકરીની તક

Back to top button