ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારમાં તેજીનું તોફાન, 1000 અંકનો જોરદાર ઉછાળોઃ ચૂંટણીના પરિણામોની અસર

Text To Speech

નવી દિલ્હી, 04 ડિસેમ્બર: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ભારતીય શેર બજાર નવા રેકોર્ડ ઊંચાઈ પર છે. આજે સેન્સેક્સે 68587.82નો નવો રેકોર્ડ બનાવ્યો જ્યારે નિફ્ટીએ પણ પહેલીવાર 20600ની સપાટી વટાવી.  બીજી તરફ, અદાણી ગ્રુપના શેરમાં થયેલા ઉછાળાએ આજે ​​નવી ગતિ પકડી છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર 7%ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

અગાઉ, સેન્સેક્સનો ઓલ-ટાઇમ હાઇ 67,927 હતો, જે 15 સપ્ટેમ્બરે બન્યો હતો. નિફ્ટીનો ઓલ-ટાઇમ હાઈ 20,272.75 હતો, જે 1 ડિસેમ્બર, શુક્રવારે ટ્રેડિંગમાં બન્યો હતો. હાલમાં સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ અને નિફ્ટી 300 પોઈન્ટ ઉપર છે.

માર્કેટ કેપમાં રૂ. 4.09 લાખ કરોડનો વધારો થયો 

બજારમાં આ ઉછાળા પછી, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 4.09 લાખ કરોડ વધીને રૂ. 341.76 લાખ કરોડ થયું છે. જાણકારોનું કહેવું છે  કે 3 ડિસેમ્બરે જાહેર થયેલા રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામો બજાર માટે સકારાત્મક સાબિત થયા છે.

અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો

બજાર ખૂલતાંની સાથે જ અદાણી ગ્રુપના તમામ ગ્રૂપ શેર્સમાં 3.5-10%નો ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી ગેસ 8-10% વધ્યા છે. જ્યારે અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઈઝમાં 7.5% થી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપના શેરમાં આ વધારાને કારણે ગ્રુપનું માર્કેટ 12.36 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. માર્કેટ ઓપનિંગની પ્રથમ 20 મિનિટમાં અદાણી ગ્રુપના શેરોએ માર્કેટ કેપમાં રૂ. 1.14 લાખ કરોડનો ઉમેરો કર્યો હતો.

આ પણ વાંચો:  આજે ભારતીય નૌકાદળ દિવસ, જાણો ભારતીય નૌકાદળનો ઈતિહાસ

Back to top button