બાળકોએ વિજ્ઞાનનો ઉપયોગ કરીને સમસ્યાઓને કેવી રીતે હલ કરવી? આવો જાણીએ
અમદાવાદ, 29 નવેમ્બર: નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), DST સરકાર દ્વારા 1993માં શરૂ કરવામાં આવેલા NCSC કાર્યક્રમ હેઠળ 10-17 વર્ષની વયના બાળકો તેમની સર્જનાત્મકતા અને સમસ્યા હલ કરવાની ક્ષમતા દર્શાવવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવા, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) & નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC) દ્વારા રાજ્ય કક્ષાના કાર્યક્રમની 31મી આવૃત્તિનું આયોજન 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર, 2023 ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને નોંધપાત્ર સામાજિક સમસ્યાઓને ઓળખવા અને સંબોધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેમાં અવલોકન, પ્રશ્નોત્તરી, મોડેલ-બિલ્ડિંગ, પ્રયોગો, ક્ષેત્રીય કાર્ય, સંશોધન અને નવીન વિચારોનો સમાવેશ કરી યુવા દિમાગને પ્રોત્સાહિત કરવાનો છે. જેની ફોકલ થીમ અન્ડરસ્ટેડીંગ ઈકોસીસ્ટમ ફોર હેલ્થ એન્ડ વેલ્બીંગ રાખવામાં આવી છે, તેમજ તેની પાંચ પેટા-થીમ્સ: (i) નો યોર ઇકોસિસ્ટમ, (ii) ફોસ્ટરિંગ હેલ્થ ન્યુટ્રીશન એન્ડ વેલ્બીંગ, (iii) સોશિયલ એન્ડ કલ્ચરલ પ્રેક્ટિસ ફોર ઇકોસિસ્ટમ એન્ડ હેલ્થ, (iv) ઇકો સિસ્ટમ બેઝ્ડ એપ્રોચ(EBA) ફોર સેલ્ફ રીલાયન્સ (v) ટેકનોલોજીકલ ઇનોવેશન ફોર ઇકો સિસ્ટમ એન્ડ હેલ્થ.
આ વર્ષે 1,23,395 સંશોધન પ્રોજેક્ટસ રેકોર્ડબ્રેક સાથે રજીસ્ટર્ડ થયા છે, જેમાં 6600 પ્રોજેક્ટ્સ જિલ્લા કક્ષાના NCSC માટે પસંદ કરવામાં આવ્યા હતા. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાંથી 26 બાળ વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવશે. તેમજઆ કાર્યક્રમમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સાયન્સ (SMIAS) ના નિષ્ણાતો દ્વારા આયોજિત શિક્ષકોની તાલીમ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, માર્ગદર્શક-શિક્ષકો, વૈજ્ઞાનિક જ્યુરી સભ્યો, નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સહિત 600 પ્રતિનિધિઓની સહભાગિતા થશે.
NCSC કાર્યક્રમ વિદ્યાર્થીઓને તર્કસંગત વિચારસરણી વિકસાવવા, સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ લાગુ કરવા અને રીસર્ચ અને ઈનોવેશન માટે જુસ્સો કેળવવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઈન્ટેરેક્ટીવ સેશન્સ ઉપરાંત સહભાગીઓને સાયન્સ સિટીની સાયન્ટિફિક ગેલેરીઓનું અન્વેષણ કરવાની અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી (VR), ડ્રોન્સ અને રોબોટિક્સ સાથે અનન્ય અનુભવોમાં જોડાવવાની તક મળશે.
શ્રીમતી મોના ખંધાર, IAS, અગ્ર સચિવ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ગુજરાત સરકાર સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે 30મી નવેમ્બર, 2023ના રોજ બપોરે 3.30 કલાકે મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ડૉ. નમ્રતા પાઠક, સાયન્ટિસ્ટ-જી અને NCSTCના એડવાઈઝર અને હેડ ગેસ્ટ ઑફ ઓનર રહેશે અને ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી. વદર અને ગુજકોસ્ટના એડવાઈઝર ડૉ. નરોત્તમ સાહૂ પણ આ પ્રસંગે હાજરી આપશે.
આ પણ વાંચો : PM મોદીના જીવનને ઉજાગર કરતાં પ્રદર્શનમાં 6 ગુજરાતીઓ કલાકૃતિઓ રજૂ કરશે