ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવિશેષ

PM મોદીના જીવનને ઉજાગર કરતાં પ્રદર્શનમાં 6 ગુજરાતીઓ કલાકૃતિઓ રજૂ કરશે

Text To Speech

નવી દિલ્હી, 29 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને વિઝન વિશે દેશ-વિદેશના લોકોને માહિતગાર કરવા “મોદી@20” નામે એક વિશાળ કલા પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન 1લી ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી નવી દિલ્હીમાં રવિન્દ્ર ભવન મંડી હાઉસ સ્થિત લલિત કલા એકાદમી ખાતે યોજાઈ રહ્યું છે. જેમાં લોકોને ચિત્ર-શિલ્પના માધ્યમથી માહિતગાર કરાશે. આ દેશવ્યાપી રાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં PM મોદીના જીવન, કાર્ય અને દૂરદૃષ્ટિને ચિત્રિત કરતાં ચિત્રો અને શિલ્પકૃતિઓ દ્વારા રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કલાકૃતિઓ દેશનાં વિવિધ રાજ્યોના 200થી વધુ કલાકારે દ્વારા તૈયાર કરાયું છે.

ગુજરાતના છ કલાકારોની કલાકૃતિઓ રજૂ કરાશે

આ ભવ્ય પ્રદર્શનમાં દેશના પીઢ નામાંકિત અને અગ્રણી તથા યુવા નવોદિત કલાકારો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી ભાવના રાજપૂત, ડૉ. પૂજા અસ્નાની, ખુશ્બુ પટેલ, નિલેશ સિધપુરા, રાજેન્દ્ર શ્રીમાળી અને રાજેશ વી. બારૈયા એમ છ કલાકારોની કૃતિઓ આ પ્રદર્શનમાં સામેલ કરાઈ છે. સુભદ્રા આર્ટ ગેલેરી જે સુભદ્રા ટ્રસ્ટનું એક એકમ છે, જેઓ ખાનગી વ્યવસાયિક ક્ષેત્રો રાજ્યો અને કેન્દ્ર સરકારના સક્રિય સહયોગ દ્વારા આ આયોજનની આગેવાની કરી છે.

આ વિશાળ પ્રદર્શનને રંગટા આર્ટ્સ સહિત અનેક એકમનો સહકાર મળ્યો છે. દિલ્હીનાં જાણીતાં ચિત્રકાર અને આ અવસરનાં સંયોજક સુશ્રી મધુ ધીરે જણાવ્યું છે કે “મોદી@20” હેઠળ સુભદ્રા આર્ટ ગેલેરી દ્વારા આ અગાઉ ઓડિશામાં ભુવનેશ્વર, ઈશાન પ્રાંતમાં ગુવાહાટી, માંડ્ય પ્રદેશમાં ભોપાલ, મહારાષ્ટ્રમાં નાગપુર, ઉત્તર પ્રદેશમાં વારાણસી તેમ જ ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા વગેરે સ્થળોએ સ્થાનિક આર્ટ ગેલેરીઓ અને સંસ્થાઓના સહયોગથી આવાં ત્રિ-દિવસીય પ્રદર્શન યોજાઈ ચૂક્યાં છે જેને ભારે પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો: 81.35 કરોડ ગરીબોને 5 વર્ષ સુધી મફત રાશન આપવાનો કેબિનેટનો નિર્ણય

Back to top button