ટોપ ન્યૂઝનેશનલ

લાલુ યાદવની બોડીમાં કોઈ જ પ્રકારનું મુવમેન્ટ નહીં, દિલ્હી AIIMSમાં ચાલી રહી છે સારવાર; રાબડી દેવીએ કહ્યું પ્રાર્થના કરો

Text To Speech

લાલુ યાદવની તબિયત ધીરે-ધીરે વધુ ખરાબ થઈ રહી છે. મોડી રાતે તેમને પટનાથી દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની સ્થિતિ નાજુક છે. તેજસ્વી યાદવે કહ્યું કે તેમનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવશે. તે પછીથી સારવાર શરૂ કરવામાં આવશે. હાલ તેમની બોડી મુવમેન્ટ બંધ છે.

તેજસ્વીએ જણાવ્યું કે પિતાને ઘણી બધી દવાઓ અપાઈ રહી છે. હાલ જે પણ કોમ્પલિકેશન છે, તેને દૂર કરનારી દવાની કોઈ અસર હાર્ટ કે કિડની પર ન પડે તે માટે તેમને AIIMSમાં લાવવામાં આવ્યા છે. AIIMSમાં તેમનું સંપૂર્ણ ચેકઅપ થશે.

LALU PRASAD YADAV
લાલુ પ્રસાદના તબિયત પૂછવા ગઈકાલે બિહારના CM નીતિશ કુમાર હોસ્પિટલ પહોંચ્યા હતા

તેજસ્વીએ જણાવ્યું કે ડોક્ટરને તેમને સિંગાપોર ખસેડવા અંગેની વાત કરવામાં આવશે. તેમના લીવર-કિડનીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત ચાલી રહી છે. તેમનું ક્રિએટિનિન 4 જેટલું હતું, જેને વધારીને 6 ઉપર લઈ જવામાં આવ્યું છે. ચેસ્ટમાં પણ તકલીફ હતી. બે-ત્રણ દિવસ ફીવર પણ રહ્યો હતો. દવાઓનો ડોઝ વધુ થઈ જતા તકલીફ થઈ હતી.

દિલ્હી એરપોર્ટ પર હેમંત સોરેન લાલુ પ્રસાદને મળ્યા
RJDના પ્રવક્તા અને RJDના વરિષ્ઠ નેતા ચિત્તરંજન ગગને દિલ્હી એરપોર્ટનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લાલુ પ્રસાદને મળવા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આવ્યા હતા. ગગને તેઓ ઝડપથી સ્વસ્થ્ય થઈને આપણા બધાની વચ્ચે આવે તેવી પ્રાર્થના કરી છે.

LALU PRASAD YADAV
રાજદના પ્રવક્તા અને રાજદના વરિષ્ઠ નેતા ચિત્તરંજન ગગને દિલ્હી એરપોર્ટનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લાલુ પ્રસાદને મળવા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આવ્યા હતા.

લાલૂ માટે પ્રાર્થના શરૂ
લાલુ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પટનાના મંદિર અને મસ્જિદમાં લાલુ માટે પ્રાર્થના કરવામાં આવી છે. નાના બાળકોએ પણ તે ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી છે.

તો લાલુપ્રસાદની પુત્રવધૂ અને તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી યાદવે ટ્વિટર પર લાલૂ પ્રસાદની હસ્તી તસ્વીર પોસ્ટ કરી છે.

 

Back to top button