ટોપ ન્યૂઝનેશનલ

લાલુ યાદવ સાથે જોડાયેલા 17 ઠેકાણે CBIના દરોડા, RJDના MLAએ કહ્યું- નીતિશ સાથેની નિકટતા વધી તેની કિંમત ચુકવે છે

Text To Speech

CBIએ લાલુ યાદવ સાથે જોડાયેલાં 17 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ લાલુ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીને ત્યાં પટના, ગોપાલગંજ અને દિલ્હી સ્થિત જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. CBIએ આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસમાં કરી છે.

હકિકતમાં આ મામલો ભરતી કૌભાંડ સાથે જોડાયેલો છે. આરોપ છે કે જોબ અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. CBIએ આ મામલે તપાસ પછી લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને કેટલાંક એવા ઉમેદવાર વિરૂદ્ધ કેસ નોંધ્યા છે જેમને પ્લોટ કે પ્રોપર્ટીના બદલામાં જોબ આપવામાં આવી હોય.

કયા કેસમાં દરોડાની કાર્યવાહી?
CBIના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે જોબના બદલામાં જમીન લીધી હતી. આ કેસમાં CBIએ ફરિયાદ દાખલ કરી છે. CBIએ આ કેસમાં લાલુ સાથે જોડાયેલાં 17 ઠેકાણાં પર દરોડા પાડ્યા છે. અહિં જાણ કરવાની લાલુ યાદવા વર્ષ 2004થી 2009 વચ્ચે રેલ મંત્રી હતા. જ્યારે તેઓ રેલ મંત્રી હતા ત્યારે જોબના બદલામાં જમીન લેવામાં આવી હોવાના અનેક કેસ સામે આવ્યા હતા.

પટનામાં રેડ
પટનાના 10 સર્ક્યુલર રોડ સ્થિત રાબડી દેવીના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. નિવાસસ્થાનની અંદર CBIના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યાં છે. આ રેડ આજ સવારથી ચાલી રહી છે.

લાલુ અને નીતિશની નિકટતા વધતા ભાજપ પરેશાન
લાલુ યાદવના ઠેકાણાં પર દરોડાના કાર્યવાહી હાથ ધરાતા RJDના ધારાસભ્ય મુકેશ રોશને કહ્યું કે જે રીતે ઈફ્તાર પાર્ટી બાદ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવા વચ્ચેની નિકટતા વધી છે અને બંને વચ્ચેનું અંતર ઘટ્યું છે ત્યારથી ભાજપના લોકો પરેશાન છે. રોશને કહ્યું કે ભાજપના ઈશારે જ આ CBIની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોશને કહ્યું કે ભાજપ લાલુ પરિવારને પરેશાન અને હેરાન કરવાના ઈરાદાથી આ રેડ કરાવી રહી છે.

લાલુને હાલમાં જ જામીન મળ્યા હતા
CBIની કાર્યવાહી એવા સમયે થઈ જ્યારે હાલમાં જ લાલુ યાદવને ઘાસચાર કૌભાંડ સાથે જોડાયેલા ડોરંડા ટ્રેઝરી કેસમાં જામીન મળ્યા છે. આ મામલો ડોરંડા ટ્રેઝરીમાંથી 139 કરોડ રૂપિયા કાઢવાનો હતો. 1990થી 1995 વચ્ચે ડોરંડા ટ્રેઝરીમાંથી 139 રૂપિયા કાઢવામાં આવ્યા હતા. લગભગ 27 વર્ષ પછી કોર્ટે આ વર્ષે જ ફેબ્રુઆરીમાં આ કૌભાંડ પર સુનાવણી કરી હતી જેમાં લાલુ યાદવ દોષી જાહેર થયા હતા. આ કેસમાં લાલુપ્રસાદને 5 વર્ષની સજા થઈ છે.

CBIએ 1996માં અલગ અલગ ટ્રેઝરમાંથી ખોટી રીતે જૂદી જૂદી રકમ કાઢી હોવાના મામલે 53 કેસ કર્યા હતા. આ રૂપિયાને સંદિગ્ધ રીતે પશુઓ અને તેમના ઘાસચારા પર ખર્ચ થયા હોવાનું જણાવાયું હતું. 53 કેસમાં ડોરંડા કોષાગાર સૌથી મોટો હતો, જેમાં સૌથી વધુ 170 આરોપી સામેલ છે. જેમાંથી 55 લોકોના મોત થઈ ગયા છે.

Back to top button