આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દુબઈમાં ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા, ભારે પુરથી જનજીવન અસ્તવ્યસ્ત

Text To Speech
  • દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવા દ્રશ્યો
  • રસ્તાઓ પર બોટ ફરવા લાગી
  • UAEમાં તોફાને તબાહી મચાવી 

દુબઈ: દુબઈમાં ભારે વરસાદને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સંયુક્ત આરબ અમીરાતમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

UAE ના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાને બાદ દુબઈના રસ્તાઓમાં પાણી ભરાયા છે અને ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે દુબઈના રહેવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવા અને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે વાહન વ્યવહાર અને ફ્લાઈટ સંચાલનને પણ ખરાબ અસર થઈ છે. દુબઈમાં લોકોએ ભારે વરસાદના દ્રશ્યો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એક્સ પર શેર કરાયેલા એક વિડિયોમાં, રસ્તા ઉપર પાણી ભરાઈ જતા એક વ્યક્તિ તેના પર એક નાની હોડી ચલાવતો પણ જોવા મળ્યો હતો, જ્યારે અન્ય વીડિયોમાં પાણીમાં ડૂબી ગયેલા રસ્તાઓ બતાવવામાં આવ્યા હતા.

એક યુઝરે વીડિયો શેર કર્યો અને લખ્યું કે આજે સવારે રોડનું દ્રશ્ય આના જેવું દેખાતું હતું

બગડતી પરિસ્થિતિ વચ્ચે અધિકારીઓએ લોકોને સમુદ્રતટ અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા તેમજ વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની ચેતવણી આપી છે. તેમજ UAEના હવામાન ખાતાએ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે.

દુબઈ મ્યુનિસિપાલિટીએ યુએઈમાં વધુ વરસાદની અપેક્ષાને કારણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે એક તૈયારી યોજના સક્રિય કરી છે. સરકારે ખાનગી ક્ષેત્રને વરસાદ પછી સચોટ કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી, જ્યારે આગામી થોડા દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો, વર્લ્ડ કપ 2023માં કિંગ કોહલીએ 7 કિલોમીટર દોડીને 401 રન બનાવ્યા, જાણો ટોપ-5માં કોના નામ ?

Back to top button