ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ડાંગમાં ફરી બારે મેઘ ખાંગા થયા, નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

Text To Speech

ગુજરાતમાં ફરી ધોધમાર વરસી રહ્યો છે. અનેક વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા છે. જેના પગલે ડેમ, નદીઓ, નાળાઓ છલકાઈ રહ્યા છે અને અનેક વિસ્તારમાં ફરી પૂરની સ્થિતિ ઉભી થઈ છે. હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ડાંગમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળી હતી. ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસેલા અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી નદી બે કાંઠે વહેતી થઈ. લો લેવવ કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી. ધુલચોન્ડ, કુમારબંધ, આંબાપાડા, સુસરદા સહિત અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા.

Heavy Rain
Heavy Rain

ભારે વરસાદના પગલે ઘોડાપુરની સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. ગિરિમથક સાપુતારા સહિત આહવા, વઘઈ, સુબીર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઈ છે. તે ઉપરાંત વઘઈના રેસ્ટોરન્ટમાં પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા રહેલા ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચૂકવવા માગ કરી છે.

Heavy Rain
Heavy Rain

ગિરિમથક સાપુતારા ખાતે સતત 2 કલાક એકધારો વરસાદ વરસતા ગાઢ ધૂમ્મસીયુ વાતાવરણમાં પ્રવાસીઓનો આનંદ બેવડાયો છે. અવિરત વરસાદ વરસતા લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. વઘઈ તાલુકામાં બે કલાકમાં 2.91 ઇંચ વરસાદ ખબક્યો હતો. સાંજે 4થી 6માં આહવામાં 13 એમ એમ, વધઈમાં 74 એમએમ, સુબીરમાં 16 એમએમ, સુપાતારામાં 27 એમએમ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 18 કલાકમાં માત્ર 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 1.32 ઇંચ, સુબીરમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : મોહાલી વીડિયો લીક પર યુનિવર્સિટીની કાર્યવાહી, કેમ્પસ 6 દિવસ માટે બંધ, 2 વોર્ડન સસ્પેન્ડ

Back to top button