ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સુષ્મિતા સેનને પણ બેરોજગારી નડીઃ કામ મેળવવા ક્યાં ક્યાં ફોન કર્યા?

Text To Speech
  • અભિનેત્રી સુષ્મિતા સેને નેટફ્લિક્સ, હોટસ્ટારના વડાઓને ફોન કરીને કામ માટે પૂછ્યું
  • ‘હું એક અભિનેત્રી છું, મારે પાછું ફરવું છે, મને કામ આપો’ : સુસ્મિતા સેન

મુંબઈ : અભિનયમાંથી લાંબા વિરામ બાદ અભિનેત્રી સુસ્મિતા સેન કામ પર પાછી ફરવા માંગતી હતી તે સમયને યાદ કરતાં, અભિનેત્રીએ મિડ-ડે સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેણે લોકોને ફોન કર્યા, તેમને પોતાનું નામ કહ્યું અને તેમને કામ માટે પૂછ્યું હતું. સુષ્મિતા સેને ખુલાસો કર્યો છે કે, જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં પુનરાગમન કરવા માંગતી હતી અને અભિનયમાં પરત ફરવા માંગતી હતી, ત્યારે તે લોકોને કામ માટે પૂછવા લોકોને ફોન કરવામાં શરમાતી નહોતી.

 

ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમન વિશે સુષ્મિતા સેને શું કહ્યું ?

મિડ ડે સાથેના આ ઇન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું કે, “તેણે નેટફ્લિક્સ, ડિઝની પ્લસ હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ વિડિયો જેવા ડિજિટલ પ્લેટફોર્મના વડાઓને પણ કહ્યું કે, “મારું નામ સુષ્મિતા સેન છે. હું એક અભિનેત્રી છું, હું પાછી આવીને કામ કરવા માંગુ છું.”

“તાલી”માં સુષ્મિતા સેને ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટની ભજવી ભૂમિકા

આ વર્ષની શરૂઆતમાં રીલિઝ થયેલી, “તાલી”માં સુષ્મિતા સેનને ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતની ભૂમિકામાં દર્શાવવામાં આવી હતી અને આ ફિલ્મે  સમીક્ષકોની ઘણી પ્રશંસા મેળવી હતી. જો કે, કેટલાક સમીક્ષકો આશ્ચર્ય પણ વ્યક્ત કર્યો હતો કે શું કોઈ ટ્રાન્સજેન્ડરે વધુ સારી રીતે આ ભૂમિકા નિભાવી હોત ?. સુષ્મિતા સેને અંગ્રેજી દૈનિકને કહ્યું કે, તેણી તાલીમાં કામ કરવા વધુ ઉત્સુક ન હતી પરંતુ તેણીને ખબર પડી કે ગૌરી સાવંત પોતે જ સુષ્મિતા સેન આ ભૂમિકા ભજવે તેમ ઇચ્છતી હતી. જેથી સુષ્મિતા સેને “તાલી” વેબસીરિઝમાં કામ કર્યું. સુષ્મિતા સેને આઠ વર્ષના લાંબા વિરામ વિશે વાત કરતા કહ્યું કે, “એક સારા કલાકાર બનવા માટે વ્યક્તિએ જીવનનું નિરીક્ષણ કરવું જરૂરી છે.

આ પણ જુઓ :પીએમ મોદી બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા, જૂઓ વીડિયો

Back to top button