ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં દિવાળી તહેવાર નિમિત્તે સીંગ અને કપાસિયા તેલ મામલે આવ્યા મોટા સમાચાર

  • કપાસિયા તેલ વર્ષ 2023/24માં સસ્તું થયું છે
  • વર્ષ 2022/23માં કપાસિયા તેલનો ભાવ રૂ.1900 હતો આજે રૂ.1650
  • કપાસિયા તેલ ગત વર્ષ કરતા રૂ.250 સસ્તુ છે

ગુજરાતમાં દિવાળી તહેવાર નિમિત્તે સીંગ અને કપાસિયા તેલ મામલે મોટા સમાચાર આવ્યા છે. જેમાં સીંગ અને કપાસિયા તેલના ભાવમાં કોઈ મોટો ઉછાળો થશે નહીં. તેથી તહેવારો ઉપર લોકોને રાહત મળી છે. સટ્ટાખોરી, કૃત્રિમ તેજી સહિતના અનેક પરિબળો વર્ષ દરમિયાન રહેવા છતાં ભાવ વધારો થયો નથી.

આ પણ વાંચો: દેશની પહેલી વંદે સાધારણ ટ્રેન અમદાવાદથી 2.55 કલાકમાં સુરત પહોંચી, ટિકિટ પણ ઓછી હશે

કપાસિયા તેલ વર્ષ 2023/24માં સસ્તું થયું છે

વર્ષ 2022/23માં કપાસિયા તેલનો ભાવ રૂ.1900 હતો આજે રૂ.1650 છે. સીંગતેલના ભાવમાં પણ ગત વર્ષની તુલનાએ આ વર્ષે કોઈ મોટો ભાવ તફાવત નથી. વિક્રમ સવંતનું વર્ષ પુર્ણતાની આરે છે ત્યારે તેલ બજારના લેખાજોખા જોઈએ સીંગતેલ અને કપાસિયા તેલમાં બહુ મોટી ઉથલપાથલ જોવા મળી ન હતી અને ગત વર્ષે જે ભાવો હતા તેના સમક્ષ ભાવો રહેલ છે. ઉલ્ટાનું કપાસિયા તેલ વર્ષ 2023/24માં સસ્તું થયું છે. જયારે સીંગતેલના ભાવમાં પણ ગત વર્ષની તુલનાએ આ વર્ષે કોઈ મોટો ભાવ તફાવત જોવા મળેલ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ લાઇસન્સ વિના ઢોર રાખી નહીં શકે

નવેમ્બર માસમાં કપાસિયા તેલનો ભાવ પ્રતિ 15 કિલોના રૂ.1900

બજારમાં હોલસેલના અગ્રણ્ય વેપારીના જણાવ્યા મુજબ વર્ષ 2022/23ના નવેમ્બર માસમાં કપાસિયા તેલનો ભાવ પ્રતિ 15 કિલોના રૂ.1900 આસપાસા રહ્યા હતા. તેની સામે વર્ષ 2023/24 નવેમ્બર માસમાં રૂ.1650 જોવા મળી રહ્યા છે તે રીતે જોતા કપાસિયા તેલ ગત વર્ષ કરતા રૂ.250 સસ્તું છે. આજ રીતે સીંગતેલ ગત વર્ષ 2022/23ના નવેમ્બર માસમાં રૂ.2800 આસપાસ હતું તે આજે વર્ષ 2023/24ના નવેમ્બર માસ રૂ.2880/2700 બોલાઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂના નેટવર્ક માટેના ડમી સિમકાર્ડના વેચાણનો પર્દાફાશ

કપાસિયા તેલના ભાવોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે

આમ બંને તેલના ભાવ ગત વર્ષની સરખામણીએ ઘટેલા જોવા મળી રહ્યા છે. જોકે વર્ષ 2023/24માં સીંગતેલના ભાવ એક તબ્બ્કે રૂ.3110 જેટલા થઈ ગયા હતા પણ આ તેજી સટ્ટાખોરીને આભારી હતી અને નફાખોરોએ વધારેલા ભાવો થોડાસમય માટે ઉંચા રહ્યા હતા. મગફળીની આવક શરૂ થવાની સાથે જ અને પિલાણ શરૂ થઈ જતા સીંગતેલના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સીંગતેલનો ઉપાડ ઓછો જોવા મળી રહ્યો છે પણ કપાસિયા તેલની લેવાલી બહુ જ સારા પ્રમાણમાં જોવા મળી રહી છે. કેમકે મોટાભાગના ફરસાણના વેપારીઓ, હોટલો, રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા ધુમ પ્રમાણમાં ખરીદી કરવામા આવી રહી છે તેને કારણે કપાસિયા તેલના ભાવોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે.

Back to top button