ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં દારૂના નેટવર્ક માટેના ડમી સિમકાર્ડના વેચાણનો પર્દાફાશ

Text To Speech
  • અમીરગઢ ચેકપોસ્ટ પરથી પરપ્રાંતિય દારૂ ભરેલ ટ્રક સાથે ઝડપાયા
  • એલસીબીએ ચાર આરોપીઓને દબોચી લીધા છે
  • ઓળખ છુપાવવા માટે ડમીકાર્ડનું વેચાણ કરી મદદગારી કરી

ગુજરાતમાં દારૂના નેટવર્ક માટેના ડમી સિમકાર્ડના વેચાણનો પર્દાફાશ થયો છે. જેમાં પાલનપુરમાં ડમી સિમકાર્ડના વેચાણનો પર્દાફાશ થતા એલસીબીએ ચાર આરોપીઓને દબોચી લીધા છે. વિદેશી દારૂના ગુનામાં બુટલેગરોને ડમી સિમકાર્ડ આપનાર ચારની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: દેશની પહેલી વંદે સાધારણ ટ્રેન અમદાવાદથી 2.55 કલાકમાં સુરત પહોંચી, ટિકિટ પણ ઓછી હશે 

અમીરગઢ ચેકપોસ્ટ પરથી પરપ્રાંતિય દારૂ ભરેલ ટ્રક સાથે ઝડપાયા

અમીરગઢ ચેકપોસ્ટ પરથી પરપ્રાંતિય દારૂ ભરેલ ટ્રક સાથે ઝડપાયા હતા. નવા સીમકાર્ડ ઈસ્યુ કરવા માટે પોટેબિલિટી કરવાનું કામ એરટેલ કંપની દ્વારા કરતા હતા. અમીરગઢ ચેકપોસ્ટ પરથી પરપ્રાંતિય દારૂ ભરેલ ટ્રક સાથે ઝડપાયેલા ટ્રકના ચાલક અર્જુનકુમાર સુખદેવ માજીરાણર તથા સરદારરામ શિવનાથ દેવાશી રાજસ્થાનવાળાની પૂછપરછ કરવામાં આવી છે. તેમની પાસેથી મળી આવેલ ગુજરાત સર્કલના મોબાઈલના સીમકાર્ડ અંગે શંકા જતાં તપાસ દરમ્યાન ભાંડો ફુટ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ લાઇસન્સ વિના ઢોર રાખી નહીં શકે

ઓળખ છુપાવવા માટે ડમીકાર્ડનું વેચાણ કરી મદદગારી કરી

એરટેલ કંપનીના પ્રમોટર સાહિલ સુલતાનભાઈ મીર અલગ અલગ ગામડાઓમાં જઈ અને નવા સીમકાર્ડ ઈસ્યુ કરવા માટે પોટેબિલિટી કરવાનું કામ એરટેલ કંપની દ્વારા કરતાં હોઈ તેમણે મનુભાઈ પરષોત્તમભાઈ નાઈ રહે. ખોડલાતા, પાલનપુરના નામનું ડમી સીમકાર્ડ તેમની જાણ બહાર કાઢી લઈ અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય રેહાનખાન જમીલઅહમદ કુરેશી તથા અરબાઝભાઈ ઈકબાલભાઈ શેખ તથા કમલેશસિંહ જુગનારસિંહ ચૌહાણને પોતાના આર્થિક લાભના હેતુસર વેચાણ કરેલ હતુ. આમ આ ઈસમોએ દારૂના નેટવર્ક ચલાવતા તથા હેરાફેરી કરતા ઈસમોને ગુનો કરવામાં તેમની ઓળખ છુપાવવા માટે ડમીકાર્ડનું વેચાણ કરી મદદગારી કરી હોવાનું જણાઈ આવતા પોલીસે આ કેસમાં ચાર ઈસમોની ધરપકડ કરી છે.

Back to top button