બુધનું વૃશ્ચિક રાશિમાં ગોચરઃ દિવાળી પર બારેય રાશિને કરશે અસર
- બુધે આજે 6 નવેમ્બરે સાંજે 4.11 વાગ્યાથી મંગળની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરી લીધો છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને બૌદ્ધિક શક્તિ, તાર્કિક ક્ષમતા અને ધન લાભ પ્રદાન કરનાર ગ્રહ માનવામાં આવે છે.
બુધ અને મંગળના સંબંધ અરસપરસ સારા માનવામાં આવતા નથી, પરંતુ બુધ ગ્રહની અંદર એ ખાસ ગુણ હોય છે કે તે જે રાશિમાં જાય છે, તેના જેવો જ સ્વભાવ ધારણ કરીને પ્રભાવ આપે છે. મંગળની રાશિમાં આવતા બુધ પણ તેના સ્વભાવ અનુસાર જાતકોના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરશે અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં મદદ કરશે. તેથી દીવાળી પહેલા થનારું બુધનું ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. આ ગોચરના પ્રભાવથી વૃષભ અને તુલા સહિત પાંચ રાશિઓની મહેનત અને સાહસમાં વૃદ્ધિ થશે અને સાથે સાથે કમાણી પણ વધશે.
દિવાળી પહેલા થનારું આ ગોચર વેપારીઓ અને નોકરિયાતો માટે શુભ માનવામાં આવે છે. દિવાળી પર તેમની કમાણીમાં અનેક ગણો વધારો થશે અને નોકરિયાતોને મા લક્ષ્મીની કૃપાથી શુભ અવસર મળશે. દિવાળી બાદ 16 નવેમ્બરના રોજ મંગળ અને સૂર્ય પણ વૃશ્ચિક રાશિમાં આવશે. તેનાથી સૂર્ય અને બુધની વચ્ચે બુધ્ધાદિત્ય રાજયોગ બનશે અને તમામ રાશિઓને ધનલાભ બનશે. 27 નવેમ્બરે તે ધન રાશિમાં જતા પહેલા તમામ રાશિઓને માલામાલ બનાવી દેશે.
મેષ
મેષ રાશિના લોકો માટે બુઘનું ગોચર પ્રતિકુળ રહેશે. વાણી પર નિયંત્રણ રાખજો નહિતર તકલીફનો સામનો કરવો પડશે. કોઇ પણ પ્રકારના રોકાણ માટે આ સમય યોગ્ય નથી. ઓફિસના લોકો સાથે કોઇ વાદ-વિવાદ ન કરો. આરોગ્યને નજરઅંદાજ ન કરો. ખર્ચા પર નિયંત્રણ રાખો.
વૃષભ
બુધનું આ ગોચર વૃષભ રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. દિવાળીના આ શુભ અવસર પર તમારા વ્યવસાયમાં સારી પ્રગતિ જોવા મળશે. તમારું સન્માન વધશે. તમને કરિયર અને નોકરી સંબંધિત સારા સમાચાર મળશે. આ ગોચર વૈવાહિક સંબંધો અને પ્રેમ સંબંધો માટે પણ શુભ માનવામાં આવે છે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માગે છે તેમના માટે પણ આ સમય સારો છે.
મિથુન
મિથુન રાશિના લોકોના જીવનમાં બુઘનું આ ગોચર ખર્ચમાં વધારો કરશે. તેના પ્રભાવથી બિઝનેસમાં વૃદ્ધિ થશે. તમને તેના પ્રભાવથી બિઝનેસમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ ઘટશે. તમને મનપસંદ કાર્ય કરવાનો અવસર મળશે. તમારી કમાણીમાં વધારો થશે. ખર્ચ પર નિયંત્રણ રાખજો, નહીંતર બધી કમાણી ખર્ચાઇ જશે.
કર્ક
કર્ક રાશિના લોકો માટે બુધનું આ સંક્રમણ ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. તમને વ્યવસાયમાં નવી અને ઉત્તમ તકો મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ વિશેષ સફળતા મળશે અને તમારા માટે નોકરીની મોટી તકો આવી શકે છે. તમારે કેટલીક હેલ્થની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. પૈસા વાપરવામાં ધ્યાન રાખજો
સિંહ
બુધનું આ ગોચર તમારા જીવનમાં શુભ પ્રભાવ લાવશે. દિવાળીના શુભ અવસરે તમારા બિઝનેસમાં વધુ પ્રોફિટ થશે. તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. તમારી આર્થિક પ્રતિષ્ઠા વધશે. તમને તમારી કારકિર્દીમાં ઘણી મોટી તકો મળશે. પરિવારના સભ્યો તરફથી તમામ પ્રકારની મદદ મળશે. તમે મકાન કે વાહનની ખરીદી કરી શકો છો. કરિયરમાં શુભ પ્રભાવ વધશે.
કન્યા
બુધનું આ ગોચર કન્યા રાશિના લોકો માટે ઉત્તમ પરિણામ લાવશે અને તમને આ દિવાળીમાં પૈસા કમાવવાની ઘણી તકો મળશે. તમને એકથી વધુ સ્ત્રોતોમાંથી પૈસા મળશે અને તમારી યોજનાઓ સફળ થશે. તમને મિત્રો અને પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમને ધનલાભ થશે. મીડિયા અને લેખન સાથે સંકળાયેલા લોકો માટે આ સંક્રમણ તેમની કારકિર્દીમાં ઘણા શુભ પરિણામ આપશે.
તુલા
તુલા રાશિના જાતકોને ગોચરની શુભ અસરથી દરેક કાર્યમાં ફાયદો થશે અને તમારી અટકેલી યોજનાઓ ફરી શરૂ થઈ શકે છે. તમને પૈસા બચાવવામાં સફળતા મળશે અને આર્થિક લાભ પણ મળશે. લક્ષ્મીજીની કૃપાથી તમને વેપારમાં રોકાણ કરવાની તક મળશે અને તમને તેમાં નફો પણ મળશે. કાર્યસ્થળમાં તમારા પદ અને પ્રભાવમાં વધારો થઈ શકે છે .
વૃશ્ચિક
બુધનું આ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે સાનુકૂળ પરિણામ લાવશે અને વેપારમાં આર્થિક લાભ થશે. તમને કરિયર સંબંધિત કેટલીક સુવર્ણ તકો મળી શકે છે. તમારી અટકેલી યોજનાઓ ફરી શરૂ થઈ શકે છે. તમારા આરોગ્ય પ્રત્યે સભાન રહો અને બેદરકારીથી બચો. જો તમે નવા વ્યવસાયમાં હાથ અજમાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે સારો રહેશે. તમને સારો નફો મળશે.
ધન
બુધનું ગોચર ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ સાનુકૂળ પરિણામ આપનારું માનવામાં આવે છે અને તમારી આવકમાં અચાનક વધારો થશે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સારી તક છે. ગ્રહોના શુભ પ્રભાવથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આ સંક્રમણ તેમના માટે ઉત્તમ પરિણામ આપનારું માનવામાં આવે છે. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે.
મકર
મકર રાશિના લોકો માટે બુધનું આ ગોચર તેમની મહેનતને સફળતામાં પરિવર્તિત કરનારું માનવામાં આવે છે. તેમની કમાણીનાં સાધનોમાં વધારો થશે. જો તમે તમારા વ્યવસાયને વધારવા માટે લાંબા સમયથી બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ વખતે તમને સફળતા મળવાની પૂરી સંભાવના છે. વ્યવસાયિક જીવન માટે પણ આ મહિનો ઉત્તમ સાબિત થવાનો છે. વેપારીઓ માટે આ ગોચર લક્ષ્મીના આશીર્વાદ જેવું રહેશે.
કુંભ
કુંભ રાશિના લોકો માટે બુધનું આ ગોચર તેમની પ્રતિષ્ઠામાં વધારો કરનારું માનવામાં આવે છે. તમને તમારી કારકિર્દીમાં ઉત્તમ તકો મળશે. તમારા વેપારમાં વધારો થશે. આ ગોચર તેનોકરીની શોધમાં હોય તેવા લોકોને શુભ પરિણામ આપશે. તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવાની ઘણી તકો મળશે. કાર્યક્ષેત્રમાં મહેનત કરશો તો સફળતા મળશે. તમને પરિવારમાં માતાનો સહયોગ મળશે.
મીન
મીન રાશિના લગ્નવાંચ્છુકોને મનગમતો જીવનસાથી મળી શકે છે. બુધનું ગોચર તેમના માટે શુભ રહેશે. તમે કમાણી વધારવાના નવા આઇડિયા પર કામ કરશો અને તેમાં તમને લક્ષ્મીજીનો સાથ મળશે.
આ પણ વાંચોઃ શનિ મહારાજનું 4 નવેમ્બરે માર્ગી ગોચર ભ્રમણ બારે રાશિ માટે કેવું રહેશે, જાણો