ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મમધ્ય ગુજરાત

શનિ મહારાજનું 4 નવેમ્બરે માર્ગી ગોચર ભ્રમણ બારે રાશિ માટે કેવું રહેશે, જાણો

કર્મનો ફળદાતા ગણાતા શનિ પ્રત્યક્ષ ભ્રમણ કરવા જઈ રહ્યો છે એટલે કે 4 નવેમ્બર 2023ના રોજ બપોરે 12:31 કલાકે શનિ કુંભ રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરશે. જ્યોતિષમાં બારે રાશિઓમાં જ્યારે શનિ કુંભ રાશિમાં ગોચરમાં ભ્રમણ કરે ત્યારે કેવું રહેશે આવો જાણીએ. 4 નવેમ્બરના રોજ શનિ કુંભ રાશિમાં માર્ગી થઇ ગોચરમાં ફરશે શનિના કારણે ઇઝરાયેલ ચાલતા યુદ્ધમાં વધારો જોવા મળશે, દેશમાં અંદરો અંદર યુદ્ધ જેવો માહોલ થશે અને તે આગ ભડકે બળશે મોટા મોટા રાજકારણીઓને આર્થિક નુકસાન જેલ યોગ બનશે. ધર્મગુરુઓ અને ધર્મના વડાઓને પણ જેલ યોગ બનશે અને અગ્નિક શામક જેવા કાંડ જોવા મળશે મળશે.

શનિ કર્મો અનુસાર ફળ આપે છે

શનિ ગ્રહને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશતા ઓછામાં ઓછો અઢી વર્ષનો સમય લાગે છે. શનિ ગ્રહને ધીમી ગતિનો ગ્રહ તરીકે પણ ગણવામાં આવ્યો છે. વર્ષ 2023ના મહિનાની શરૂઆતમાં 4 નવેમ્બર શનિ કુંભ રાશિમાં માર્ગી થઇ ગોચરમાં આવશે. શનિને ન્યાયના દેવતા તરીકે પણ ગણવામાં આવ્યા છે. આમ જોઈએ તો શનિને ક્રૂર ગ્રહ પણ કહેવાય છે. શનિ એના કર્મો અનુસાર ફળ આપે છે. સારા કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ. શનિને રાજા માંથી રંક પણ બનાવતા વાર નથી લાગતી.

આ વર્ષે એક્સિડન્ટ સર્જરી અથવા અગ્નિકાંડ વધુ જોવા મળશે

શનિ જ્યારે ગોચરમાં આવશે ત્યારે આપણે જોશું કે સારા સારા રાજકારણીઓ મોટા અધિકારીઓ ધર્મગુરુઓ ઘણીવાર એવું પણ બનશે કે એમને સજાઓ પણ થઈ શકે છે. તેમને પોલીસ ચોકી અને જેલમાં પણ જવું પડે છે. અગ્નિકાંડ, પાણીની અછત પણ વધુ હશે. લોકો અંદરો અંદર લડાઈ કરતાં જોવામાં આવશે લોકો ધર્મના નામ પર પણ લડાઈ કરશે અને નાત જાત પર ખાસ કરીને લડતા જોશું. આપણે જોઈએ છે કે અત્યારે ઇઝરાઇલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધમાં વધુ આગનું કામ કરશે અને આ યુદ્ધ મહા સ્વરૂપ પણ લઈ શકે છે આમાં રાજકારણ પણ કામ આવશે નહીં લોકો આજે સમાજને અને વધારે જોઈએ તો જે આપણા સંસ્કૃતિ છે. તેના પર વધુ ઘાતક હુમલો કરી શકે છે. દેશ-વિદેશમાં પણ લોકોની ચાહના ઓછી થતી જશે. વધારે પડતા એક્સિડન્ટ સર્જરી અથવા અગ્નિકાંડ જેવું તમને આ વર્ષે વધુ જોવા મળશે.

શનિ માર્ગી થશે ત્યારે આપણે જોઈએ કે 12 રાશિઓનું ફળ જેમાં ચાર રાશિને ખૂબ જ સારું ફળ જોવા મળશે

મેષ

મેષ રાશિના જાતકોને અચાનક ધન મળવાના યોગ બને છે. રાજયોગ ,રાજલક્ષ્મી યોગ કે ગજ કેસરી યોગનું ફળ પણ મળે છે. આ રાશિને વારસાઈ પ્રોપર્ટી કે અચાનક સંપતિ મળવાના યોગ વધુ જોવા મળશે પણ જેમના ગ્રહો નીચનો છે એવા લોકોને જે વારસાગત પ્રોપર્ટી કે જરઝવેરાત છે એ પણ મળવાના યોગ વધુ છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે ખૂબ જ ભીસ ભોગવી પડશે સાથે જોઈએ તો આવા લોકોને સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરીમાં આક્ષેપો મૂકવામાં આવશે અને આવા લોકોને વધારેમાં વધારે શારીરિક નુકસાન થતું જોવા મળશે શનિ જો નીચનો હશે તો તેમને જેલ દવાખાના પોલીસમાં વધુ તકલીફ જોવા મળશે.

મિથુન

મિથુન રાશિના જાતકોને અચાનક ધન મળવાના યોગ છે. શારીરિક પીડા પગ કમર અને માથા ના દુઃખાવા જેવી વધારે તકલીફ રહેશે. આ જાતકોને પ્રોપર્ટીના યોગ બની રહ્યા છે. આર્થિક સુખ હોવા છતાં થોડીક માનસિક પીડા ભોગવતા જશે, શનિ નીચનો હશે તો ઓપરેશન એક્સિડન્ટના યોગ બને છે. અગ્નિ ઇલેક્ટ્રીકથી બચી અને રહેવું.

કર્ક

કર્ક રાશિના જાતકોને ઘર છોડવાના યોગ, ગામ છોડવાના યોગ આવશે જો સરકારી નોકરી હશે તો તેમાં ચોરીનો આક્ષેપ થશે અને શેર માર્કેટમાં કે કોમોડિટીમાં હશો તો આર્થિક નુકસાન મોટાભાગે જોવામાં આવશે. જો શનિ ગ્રહ નીચનો હશે તો આ જાતકોને આત્મહત્યા કરવાનો પણ વિચાર આવી શકે છે.

સિંહ

સિંહ રાશિના જાતકોને કોઇને જુના આપેલા પૈસા પરત મળવાના યોગ છે. ધંધામાં રોકાણ કરેલું હશે તો એ રોકાણમાંથી આર્થિક નફા સાથે જોવા મળશે. વારસાઈ પ્રોપર્ટી કે સંપત્તિ હશે તો તેમાં પણ આર્થિક વધુ લાભ જોવા મળશે અને પોતાનું નવી ઓફિસો મેળવી શકશે. જો ગ્રહ નીચ નો હશે તો આ રાશિના જાતકોને ડુબવું પડવું કે પાણી ની ઘાત જોવા મળે છે.

કન્યા

કન્યા રાશિના જાતકોને ઘરમાં થોડીક અંદરો અંદર ખટપટ રહેશે સાથે જોઈએ તો ઘણીવાર એવું પણ બનશે કે પત્ની કે પતિ રીસામણે પણ રહી શકે છે. બાળકોમાં ઘણીવાર આઘાતજન્ય ઘટના પણ બનશે અને નાની મોટી બીમારીના ભોગ બનવાના યોગ વધુ જોવા મળે છે . જો શનિ નીચનો હશે તો આ જાતકોને પતિ પત્નીથી છુટા પડવાનો યોગ કે બને છે.

તુલા

તુલા રાશિના જાતકોને પોતાના કરેલા કર્મોનું ફળ મળશે. ધીમી ગતિએ પણ આર્થિક નુકસાન તો શરૂ થશે પરંતુ હવે ઘરમાં પણ આપણા પોતાના જેને કહેતા એ લોકો આપણને છોડીને જતા રહેશે. જો સમય રહેતા નહીં જાગો તો આર્થિક મોટું નુકસાન બનશે અને શારીરિક પીડાના ભોગ બનવું પડશે શનિ નીચનો હશે તો હાર્ટ એટેક કે છાતીમાં દુખાવો કે પગની તકલીફ કે પેટની તકલીફ વધુ જોવા મળશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો જે વસ્તુને તમે સામાન્ય ગણો છો તે વસ્તુ અથવા તે વ્યક્તિ તમારા માટે ઘાતક બની શકે છે. તમારા રોકાયેલા વ્યવસાયના જે પૈસા છે તે પરત આવવાની શક્યતા છે. ખોટું બોલવાના કારણે તમે અનેક જગ્યાએ ફસાઈ શકો છો અથવા કાયદાકીય રીતે પણ તમે ફસાઈ શકવાના વધુ ચાન્સીસ છે. આર્થિક કરતા માનસિક અને શારીરિક પીડા વધુ ભોગવશો શનિ નીચનો હશે તો ઓપરેશન એક્સિડન્ટ અથવા તો અગ્નિશામક ઘટના ઓ બનવાની શક્યતા વધારે જોશો.

ધનુ

ધનુ રાશિના જાતકોને અચાનક ધન મળવાની શક્યતા છે જ્યારે તમે કોઈ કામ વિશે વિચારી નથી તે કામ પણ હવે સરળતાથી થઈ શકશે અને જીવનના પાછળના જીવનમાં આપણી પાંચ પેઢી ખાય તેટલું ધન મેળવી શકિશું. અચાનક લોટરી લાવવી કે અચાનક કોઈ તમારા નામ પર પ્રોપર્ટી પણ કરી શકે છે. જો શનિ ગ્રહ નીચનો હશે તો સામાન્ય એક્સિડન્ટ અથવા તો સામાન્ય શોર્ટ લાગવા જેવી કે કેમિકલ થી નુકસાન થવાની શક્યતા છે.

મકર

મકર રાશિના જાતકો વ્યવસાયમાં જુના પૈસા રોકેલા હોય તો તે પરત મળવાની શક્યતાઓ રહેલી છે. જેની આશા આપણે ક્યારેય પણ રાખી ન હતી એ પણ નફા સાથે આવશે તમે કરેલું રોકાણનું વળતર હવે તમે જોઈ શકશો. જીવનમાં આગળ વધવામાં હવે તમને કોઈ રોકી શકશે . શનિ નીચનો હશે તો જો કોર્ટ કેસ હશે કે કોઈ પ્રકારનો તમારાથી થયેલી ભૂલ તમને જેલના યોગ પણ બનાવી શકે છે. વધુ પોતાની જાત કરતા બીઝા પર વિશ્વાસ કરવો એ તમારા માટે ઘાતક થશે.

કુંભ

કુંભ રાશિના જાતકો ધારેલા સપનાઓ હવે પુરા કરી શકશો. કેટલા સમયથી કરેલા પૂજાપાઠનું ફળ હવે તમે જોઈ શકશો. આર્થિક રીતે પણ નફો મેળવી શકો. ધીમી ગતિએ કરેલા કામો તમે તમારા કર્મોને આધીન ફળ મેળવશો. જો શનિ ગ્રહ નીચનો હશે તો કોઈ તમારા પર આક્ષેપ મૂકી શકે છે. અને જોઈએ તો કોઈપણ માનહાની પણ કરી શકે છે. જીવનમાં હવે લાગશે કે સારા કર્મોનું ફળ મળતું નથી.

મીન

મીન રાશિના જાતકો બીજા પર મુકેલા આક્ષેપો ફરી તમારી તરફ જ આવશે સાથે તમે કરેલા કર્મો હવે એનું ફળ તમે જોઈ શકશો આર્થિક રીતે વધુ નુકસાની મેળવશો માનસિક અને શારીરિક પીડાઓ પણ ભોગવશો જો ગ્રહો નીચના હશે તો ખૂબ જ મોટું આર્થિક નુકસાન જોઈ શકશો અને હવે લાગશે કે મેં બીજા પર વિશ્વાસ મૂક્યો હોત તો સારું હતું લોકોના કહેવાથી જે કામ કર્યું છે. તેનું ફળ નુકસાની માં જોઈ જોઈ શકશો

શનિ ગ્રહ માં જેટલું જોશું એટલું ઓછું છે. તેને સમજવો પણ ઘણીવાર અઘરો પડે છે. તે છળ કપટ કરીને પણ આર્થિક માનસિક શારીરિક નુકસાન કરતો હોય છે. આવા ગ્રહો દેશની હિત માટે ક્યારે પણ સારા હોતા નથી શનિને પાપી ગ્રહ તરીકે પણ ગણવામાં આવે છે જ્યારે શનિની પનોતી બેઠી છે ત્યારે ઓપરેશન એક્સિડન્ટ, જ્યોતિષ, પિતૃ , તંત્ર, મંત્રનો સહારો લેવો પડતો હોય છે આ ગ્રહ જ્યારે માર્ગી થતો હોય કે ઉચનો થતો હોય ત્યારે ખાસ કરીને દવાખાના વધુ જોવા મળે છે.

આ પણ વાંચો:04 નવેમ્બર 2023: સિંહ રાશિના જાતકોને બેંક બેલેન્સમાં વધારો થશે, જાણો તમારું આજનું રાશિફળ

Back to top button