Diwali 2023ટ્રેન્ડિંગધર્મ

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી અને સુખ-સમૃદ્ધિ વચ્ચે સંબંધ શું છે?

Text To Speech
  • હિંદુ ધર્મમાં ધનતેરસનું ખૂબ મહત્ત્વ છે. ધનતેરસ આસો વદ તેરસના દિવસે આવે છે. ધન તેરસના દિવસે સાવરણી-ઝાડુ ખરીદવું શુભ મનાય છે.

દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે 12 નવેમ્બરના રોજ દિવાળી ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિ પૂર્વક પૂજા કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે. આ દિવસોમાં સૌથી પહેલા ધનતેરસ આવે છે. દિવાળીની તૈયારીઓ લોકો મહિનાઓથી કરે છે. આ તહેવાર ભાઇબીજના દિવસે પૂરો થાય છે. ધનતેરસ પર માતા લક્ષ્મી અને ધન દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરના દિવસે સોના, ચાંદી કે વાસણ ખરીદવાની પરંપરા છે. સાથે સાથે સાવરણી પણ ખરીદવાનું વિશેષ મહત્ત્વ છે. જાણો ધનતેરસ પર ઝાડુ કે સાવરણી ખરીદવાના કારણો શું છે?

ધનતેરસના દિવસે શા માટે સાવરણી ખરીદવાની પ્રથા છે? hum dekhenge news

ધનતેરસના દિવસે ઘરની અંદર અને બહાર બંને જગ્યાઓ પર દીવા પ્રગટાવીને રોશની કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધારનાર કહેવાય છે. હિંદૂ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્ત્વ હોય છે. ધનતેરસના દિવસે ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા લક્ષ્મી અને ધનદેવતા કૂબેરની પૂજા કરવાથી જીવનમાં ધનની કમી આવતી નથી.

ધનતેરસે સાવરણી ખરીદવાનું આ છે કારણ

ધનતેરસે સાવરણી ખરીદવાને લઇને એવી માન્યતા છે કે ઘરમાં ઝાડૂ લાવવાથી બરકત આવે છે, આર્થિક તંગી ખતમ થાય છે. આ દિવસે કોઇ પણ વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે. સાવરણી ઘરને સ્વચ્છ રાખતી હોય છે અને સ્વચ્છતામાં લક્ષ્મીજી વાસ કરે છે. આ રીતે ધનતેરસના તહેવાર સાથે તેને જોડવામાં આવે છે. એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મી ઘર પર પ્રસન્ન રહે છે.

આ પણ વાંચોઃ લાંબુ આયુષ્ય ઇચ્છતા હોવ તો રાખજો આ ધ્યાન, રહેશો ફિટ એન્ડ ફાઇન

Back to top button