ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

લાંબુ આયુષ્ય ઇચ્છતા હોવ તો રાખજો આ ધ્યાન, રહેશો ફિટ એન્ડ ફાઇન

Text To Speech
  • વ્યક્તિનું આયુષ્ય આમ તો ઘણી બધી બાબતો પર નિર્ભર છે, પરંતુ જો તમે તમારી જીવનશૈલીને વ્યવસ્થિત રાખશો તો તમે સ્વસ્થ અને લાંબુ આયુષ્ય મેળવી શકશો. આ માટે કેટલીક બાબતો પર ખાસ ભાર મુકજો

તમે કેટલું લાંબુ જીવો છો, તમારુ આયુષ્ય કેટલું હશે? તે જીનેટિક, પર્યાવરણ અને તમારી જીવનશૈલી પર આધાર રાખે છે. ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને વ્યક્તિની જીવનની ક્ષમતા વધારી શકાય છે. અહીં એવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરીશું જે તમારી જીવનશૈલીમાં સામેલ કરવામાં આવે તો તમે લાંબુ  આયુષ્ય ભોગવી શકો છો.

સંતુલિત અને સ્વસ્થ આહાર

ફળો, શાકભાજી, આખા અનાજ, લીન પ્રોટીન અને હેલ્ધી ફેટ સહિત પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી એકંદરે આરોગ્ય પર સકારાત્મક અસર પડી શકે છે અને તમારા આયુષ્યમાં વધારો પણ થઈ શકે છે.

લાંબુ આયુષ્ય ઇચ્છતા હો તો આ વાતોનું રાખજો ધ્યાન, રહેશો ફિટ એન્ડ ફાઇન hum dekhenge news

શારીરિક પ્રવૃતિઓ

દરરોજ કસરત કરવી તમારા હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરે છે અને તમારી ઓલઓવર હેલ્થ સારી રહે છે.

વજન જાળવવું

સ્થૂળતાને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેની અસર વ્યક્તિની ઉંમર પર પણ પડે છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે યોગ્ય આહાર અને કસરત કરો જેથી કરીને વજન જાળવી શકાય.

લાંબુ આયુષ્ય ઇચ્છતા હો તો આ વાતોનું રાખજો ધ્યાન, રહેશો ફિટ એન્ડ ફાઇન hum dekhenge news

ભરપૂર ઊંઘ

ઊંઘની ખરાબ પેટર્ન આરોગ્યની અનેક સમસ્યાઓ સાથે જોડાયેલી છે. દરરોજ 7 થી 9 કલાકની ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તમને લાંબુ આયુષ્ય આપે છે.

સ્ટ્રેસ

તણાવની તમારા આરોગ્યની સાથે સાથે ઉંમર પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. તણાવના કારણે તમારે અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમારે તણાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

સોશિયલ કનેક્શન

મજબૂત સોશિયલ કનેક્શન જાળવી રાખવાથી તેમજ અને દોસ્તો અને પરિવારનું એક વિશાળ નેટવર્ક રાખવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, જેનાથી તમારું આયુષ્ય પણ વધે છે. તમે હેલ્ધી જિંદગી જીવી શકો છો.

વિન્ટરમાં ન થાય વિટામીન-એની કમી, તે માટે રોજ ખાવ આ શાક hum dekhenge news

 

પાણી પીવું

હાઇડ્રેટેડ રહેવાથી તમારા શરીરના તમામ અંગોને સારી રીતે કામ કરવામાં મદદ મળે છે, જે તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રાખે છે. દરરોજ ઓછામાં ઓછું 2 લિટર પાણી જરૂર પીવો.

આ પણ વાંચોઃ નીતા અંબાણીએ 3000થી વધુ બાળકોની સેવા કરીને 60મો જન્મદિવસ ઉજવ્યો

Back to top button