ઉત્તર ગુજરાતગુજરાત

“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત “એક તારીખ એક કલાક” શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો

પાલનપુર : દેશના પ્રધાનમંત્રીના આહવાન પર અને “સ્વચ્છ ભારત મિશન”ને નવ વર્ષ પૂર્ણ થવાની તેમજ સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આજે “સ્વચ્છતા હી સેવા ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશનો દરેક નાગરીક સ્વચ્છત ના સંકલ્પને પોતાના રોજિંદા જીવનમાં વણી લે અને સ્વચ્છતાનો આગ્રહી બને એ માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો , પાલનપુર દ્વારા ” એક તારીખ એક કલાક ” અંતર્ગત શ્રમદાન પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું.

પાલનપુર તાલુકાના પારપડા ગામના રામાપીર મંદિર પરીસર તેમજ બહારના જાહેર સ્થળ પર સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્વચ્છતાના સંકલ્પ ને સાકાર કરવા માટે આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ તેમજ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી જોડાયા હતા તેમજ શ્રમદાન કર્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રીની સ્વચ્છતા માટેની પહેલ દેશના સર્વાંગી વિકાસ તેમજ સ્વસ્થ સમાજ નિર્માણ માટે ખૂબ સફળ રહી છે આ માટે આપણે ભારત દેશના નાગરીક તરીકેની આપણી પ્રથમ ફરજના ભાગરૂપે દેશને સ્વચ્છ બનાવવા વ્યક્તિગત રીતે દરરોજ સ્વચ્છતાના આગ્રહી બનવા સંકલ્પ કરીએ.

કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારી જે.ડી ચૌધરીએ આયોજિત આ કાર્યક્રમની વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા આયોજીત સ્વચ્છતા માટે ના આ પ્રયાસો સામાન્ય જનમાનસની રોજિંદા જીવનમાં બદલાવ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે જે સ્વસ્થ સમાજના નિર્માણ માટે જરૂરી છે આ કાર્યક્રમ દરમિયાન પારપડા ગામના રામાપીર મંદિર આજુબાજુના લગભગ 1 એકર જેટલા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પરપડા ગામના સરપંચ રમેશભાઈ અટોસ, ગ્રામ પંચાયત સદસ્યો, ગામના વડીલો, યુવાનો, એન્જીન્યરીંગ કોલેજ, જગાણાના એન.એન.એસ ગ્રુપના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો, ધૂળિયા વલમાવેબ ડી ચેરીટેબલ ટ્રસ્ટ, કુંમર, ધાનેરાના સ્વયંસેવકો તેમજ પ્રમુખ મહાદેવભાઈ ચૌધરી, રાધે મહિલા સેવા ટ્રસ્ટ, રાધનપુરના સ્વયંસેવકો તેમજ પ્રમુખ અલકાબેન પ્રજાપતિ, નવોદય વિદ્યાલય મોરિયાના આચાર્ય દેવાભાઈ મુજી, રેહાન એચ મેહતા વિદ્યાલય માંકડી પ્રિન્સીપાલ ડો.રાકેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ

Back to top button