- રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી
- કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે પણ વરસાદ થઇ શકે છે
- રાજ્યમાં ભેજ વાળું વાતાવરણના કારણે ગરમીનો પારો વધશે
વરસાદને અંગે હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. તેમજ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નથી. તથા રાજ્યમાં ભેજ વાળું વાતાવરણના કારણે ગરમીનો પારો વધશે. સાથે જ વીજળીના કડાકા એકાદ જગ્યાએ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી
5 દિવસમાં બાદ વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે. તથા અમદાવાદમાં 34 થી 36 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. સાથે જ અમદાવાદમાં છુટા છવાયો વરસાદ થઈ શકે છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદ પડશે નહિ. ગુજરાતમાં ભેજ વાળું વાતાવરણ રહેવાથી ગરમીનો અહેસાસ થશે. તેમજ દક્ષિણ અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. ગુજરાત માટે વરસાદના મામલે જાણે કે ભાદરવો ભરપૂર એ બાબત સાચી સબિત થઈ રહી છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ઠેર-ઠેર મેઘમહેર અને ક્યાંક મહેરકહેર થઈ રહી છે. જ્યાં રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: મોડીરાતે ઘરમાં દીપડો ઘુસ્યો, પરિવાર ગભરાયો અને પછી… જુઓ વીડિયો
કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે પણ વરસાદ થઇ શકે છે
24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તીના અનુમાન પ્રમાણે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતમા વધારે વરસાદની શક્યતા નથી. ઉત્તર ગુજરાતમાં ક્યાંક એકાદ જગ્યાએ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. હાલ એવી કોઇ મોનસૂન સિસ્ટમ એક્ટિવ નથી જે ગુજરાતને વરસાદ આપી શકે. ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઘણું વધારે છે અને તાપ પણ છે. જેના કારણે કોઇક કોઇક જગ્યાએ સામાન્યથી હળવો વરસાદ થઇ શકે છે અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે પણ વરસાદ થઇ શકે છે.