ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી: જ્વેલરી શોરૂમની દિવાલ તોડી 25 કરોડની ચોરી

Text To Speech
  • દિલ્હીના ભોગલ વિસ્તારમાં આવેલી ઉમરાવ જ્વેલર્સમાં મોડી રાત્રે 25 કરોડ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. શોરૂમની દિવાલમાં કાણું પાડીને ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

દિલ્હીના જંગપુરા વિસ્તારમાં એક જ્વેલરી શોરૂમની દિવાલ તોડીને કરોડો રૂપિયાની ચોરીનો મોટો મામલો સામે આવ્યો છે. ચોરીની આ ઘટના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જ્વેલરની છે. જ્વેલરી શોરૂમની દિવાલમાં કાણું પાડીને ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. દિવાલ તોડીને ચોર પહેલા શોરૂમના લોકરમાં પહોંચ્યા હતા અને અંદાજીત 25 કરોડના મુદ્દા માલની ચોરી કરી છે. આ ઘટનાની માહિતી મળતાં જ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસ શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે.

મળતી માહિતી મુજબ, દિલ્હીના ભોગલ વિસ્તારમાં એક જ્વેલરી શોરુમમાંથી ચોરોએ લગભગ 25 કરોડ રૂપિયાની ચોરી કરી હતી. આ મામલો સામે આવ્યા બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જ્વેલરી શોરુમ માલિકે શું કહ્યું?

દુકાનના માલિકને આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, “અમે રવિવારે દુકાન બંધ કરી હતી અને મંગળવારે સવારે જ્યારે અમે દુકાન ખોલી તો અમે આખી દુકાનમાં માત્ર ધૂળ જ જોઈ. તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ચોરોએ શોરુમની દિવાલમાં એક કાંણું પાડીને શોરુમના સામાનની ચોરી કરી હતી. સ્ટ્રોંગ રુમમાં 5-7 લાખની રોકડ સહિત રૂ. 20-25 કરોડના સામાનની ચોરી થઈ છે. આ સાથે ચોરોએ સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો: બેંગલુરુમાં વકર્યો કાવેરી વિવાદ, કલમ 144 લાગુ

Back to top button