ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ : વિદ્યાર્થીનીઓને અશ્લિલ મેસેજ કરનાર શિક્ષક દોષિત જાહેર

Text To Speech

ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને લાંછન લગાવતી ઘટના અમદાવાદ શહેરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી સામે આવી છે. સ્કૂલના સ્પોર્ટસના શિક્ષકે વિદ્યાર્થાીનીઓને અશ્લિલ મેસેજ કર્યા હોવાની ઘટના સામે આવતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને લઈને વાલીઓ દ્વારા હોબાળો મચાવાતા સ્કૂલ પ્રશાસને તાત્કાલિક અસરથી તપાસ કમિટીની રચના કરી હતી.આ કેસમાં શિક્ષકને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થિનીઓને અશ્લિલ મેસેજ કરનાર શિક્ષક દોષિત જાહેર

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલનો સ્પોર્ટ્સ ટીચર વિદ્યાર્થિનીઓને અશ્લિલ મેસેજ કરતો હતો. આ મામલો સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો જે બાદ સ્કુલ મેનેજમેન્ટ તપાસ માટે રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી, આ મામલામાં તપાસ કરતા ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીનીઓને I Love youના મેસેજ કરનારો શિક્ષક દોષિત સાબિત થયો છે.

આ પણ વાંચો : ભરૂચના જંબુસરમાં કેમિકલ લીકેજની ઘટના, 15 લોકો સારવાર હેઠળ

રિપોર્ટ બાદશિક્ષક સામે પગલા ભરવાની તૈયારી

નિવૃત ન્યાયાધિશીની તપાસ કમિટીએ આ અંગેનો રિપોર્ટ જમા કરાવ્યો છે.આ રિપોર્ટ બાદ હવે શિક્ષક સામે પગલા ભરવાની તૈયારી સ્કૂલ દ્વારા કરવામાં આવી છે. આ દોષિત શિક્ષક સામે કેવા શિક્ષાત્મક પગલા લેવા તે અંગે ટોપ મેનેજમેન્ટની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

જાણો સમગ્ર ઘટના

ઉલ્લેખનીય છે કે સેન્ટઝેવિયર્સ સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર રવિરાજ ચૌહાણે નવમાં ધોરણની વિદ્યાર્થિનીઓને સોશિયલ સાઈટ પર અશ્લિલ મેસેજ કર્યા હતા, આ ઘટનાને પગલે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ શાળાએ ડીપાર્ટમેન્ટલ તપાસ કમિટી નીમી હતી.કમિટીના રિપોર્ટમાં શિક્ષકે વિદ્યાર્થિનીઓને અભદ્ર મેસેજ મોકલ્યા હોવાનું ખુલ્યું છે. જે બાદ સ્કૂલ તરફથી આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ‘ચંદ્રયાન 3 મિશનના વૈજ્ઞાનિકોને 17 મહિનાથી પગાર મળ્યો નથી’: દિગ્વિજય સિંહનો દાવો

Back to top button