અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVENING NEWS CAPSULEમાં વાંચો પંકજ ત્રિપાઠી પર પડ્યો દુઃખનો પહાડ, રાજકોટમાં નબીરાએ સર્જયો અકસ્માત, જાણો ચંદ્ર પર ચંદ્રયાન-3નું કોણે સ્વાગત કર્યું

ISROને મળી મોટી સફળતા
ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. ચંદ્રયાનને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ માટે હવે માત્ર 3 દિવસ બાકી છે. વિક્રમ લેન્ડરે બીજી વખત સફળ ડીબૂસ્ટિંગ પૂર્ણ કર્યું છે. હવે ચંદ્રથી લેન્ડરનું અંતર માત્ર 25 કિમી છે. ત્યારે ભારતનું મિશન મૂન સફળતાની રાહે આગળ વધી રહ્યું છે. પ્રત્યેક ક્ષણે ચંદ્રથી ચંદ્રયાન-3નું અંતર ઘટી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને મોટું અપડેટ આપ્યું છે.

વધુ વાંચો : ચંદ્રયાન-3ને લઈને મોટું અપડેટ, ચંદ્રયાન-2 અને 3 વચ્ચે થઈ વાતચીત, જાણો કેવી રીતે?

રાજકોટથી ઉદયપુર અને ઇન્દોર સુધી ફ્લાઇટ શરૂ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.આજથી રાજકોટથી ઇન્દોર ફ્લાઈટની શરૂઆત થઈ છે.આજે સવારે તેની પ્રથમ ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડ થતા તેનું અદ્દભુત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો : સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર : આજથી રાજકોટથી ઇન્દોરની ડાયરેક્ટર ફ્લાઈટ શરૂ, પ્રથમ ફ્લાઈટનું અદ્દભુત રીતે કરાયું સ્વાગત

પંકજ ત્રિપાઠી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
‘OMG 2’ એક્ટર પંકજ ત્રિપાઠીના પિતા બનારસ ત્રિપાઠીનું નિધન થયું છે. તેઓ 98 વર્ષના હતા. પિતાના અવસાનથી અભિનેતાને ઘેરો આઘાત લાગ્યો છે અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પંકજના પિતા બનારસ ત્રિપાઠીનું બિહારના તેમના મૂળ ગામ બાલસંદમાં નિધન થયું હતું. પંકજ ત્રિપાઠીના પિતા વય સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. હાલમાં, અભિનેતાના પિતાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પંકજ ત્રિપાઠી તેમના પિતાના મૃત્યુના સમાચાર મળતા જ ગોપાલગંજ માટે રવાના થઈ ગયા છે.

વધુ વાંચો : પંકજ ત્રિપાઠી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, અભિનેતા તરત જ ગોપાલગંજ જવા રવાના

રાજકોટની સોમનાથ સોસાયટીમાં અકસ્માત
અમદાવાદમાં આવેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત બાદ પણ નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને ફુલ સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.અમદાવાદમાં તથ્ય પટેલ બાદ હવે રાજકોટમાં વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં એક નબીરાએ ફેરિયા સહિત 3 બાઈકો અડફેટે લેધા હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો : રાજકોટમાં ઈસ્કોન બ્રિજવાળી થતા રહી ગઈ, સ્કોર્પિયો ચાલકે વાહનો સહિત શાકભાજી વિક્રેતાને અડફેટે લીધો, જૂઓ LIVE CCTV

‘હર હર મહાદેવ’ના નાદ કરતા ભક્તોની અંતિમ ક્ષણ
હાલ મોટી સંખ્યામાં લોકો ચારધામની યાત્રાએ જતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવી જ રીતે ગુજરાતથી ચારધામ યાત્રાએ જઈ રહેલી બસને ઉત્તરાખંડમાં અકસ્માત નડ્યો હતો. જેમાં ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે ગઈકાલે સાંજે એક બસ ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાનાં સાત લોકના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે 27 લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જોકે,હાલ ભાવનગરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અક્સ્માત પહેલાનો અંતિમ વિડીયો સામે આવ્યો છે.

વધુ વાંચો : ‘હર હર મહાદેવ કી જય’નો નાદ કર્યો અને કાળ ભરખી ગયો, જુઓ યાત્રીઓનો અંતિમ વિડીયો

સુરતમાં થાર અને મર્સિડિઝમાં દારૂની હેરાફેરી
અત્યાર સુધી બંધ બોડીના ટેમ્પામાં કે પછી અન્ય વાહનોમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સાંભળ્યું હતું. પણ હવે લક્ઝુરિયસ કારમાં પણ દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. સુરતના વેસુમાં બે વૈભવી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતમાં આવેલા વેસુમાંથી બે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. 45 લાખની બે લક્ઝરિયસ કારની એસીમાંથી 1.63 લાખનો વિદેશી દારૂ સાથે 3 યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો : સુરતમાં થાર અને મર્સિડિઝ કારમાં કરાઈ રહી હતી દારૂની હેરાફેરી,જાણો કેવી રીતે પકડાયા?

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટની કાઢી ઝાટકણી
ગુજરાત હાઈકોર્ટને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ પણ કોર્ટ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ આદેશ આપે છે તો તે બંધારણીય સિદ્ધાંતની વિરુદ્ધ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.

વધુ વાંચો : સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટની કાઢી ઝાટકણી; કહ્યું સુપ્રીમ કોર્ટથી વિરૂદ્ધ કેવી રીતે આપી શકે છે નિર્ણય

 

Back to top button