કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

દ્વારકા જિલ્લામાં જુદા જુદા 3 સ્થળે સર્જાયો અકસ્માત, 1નું મોત, 12 ઈજાગ્રસ્ત

Text To Speech

રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. રોડ અકસ્માતમાં લોકો જીવ ગૂમાવી રહ્યા છે. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ 3 અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એકનું મોત થયું છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. આ તમામ અકસ્માત ખંભાળિયા-દ્વારકા હાઈવે પર થયા છે.

દ્વારકામાં જુદા-જુદા 3 સ્થળે અકસ્માત

પ્રાપ્ત વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા-જુદા 3 સ્થળે અકસ્માતની ઘટના સામે આવી છે. આ તમામ અકસ્માત દ્વારકા-ખંભાળિયા હાઇવે પર અકસ્માત સર્જાયા છે. અકસ્માતની આ ઘટનામાં 1નું મોત થયું છે જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

લીંબડી નજીક બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો

દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સર્જાયા જેમાં પહેલો અકસ્માત લીંબડી નજીક બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો હતો.આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે 3 લોકોને સારવાર અર્થે ખંભાળિયા લઈ જવાયા છે. આ લોકો એક બાઈક પર 4 લોકો સવાર થઈ જઈ રહ્યા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

દ્વારકા-humdekhengenews

પીકઅપ વાન ડિવાઇડર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો

બીજો અકસ્માત સામોર ગામના પાટીયા નજીક સર્જાયો હતો. જેમાં પીકઅપ વાન ડિવાઇડર સાથે ટકરાતાં અકસ્માત હતો આ અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ડાયવર્ઝનના પથ્થર સાથે કાર ટકરાતાં અકસ્માત સર્જાયો

જ્યારે અકસ્માતની ત્રીજી ઘટના ખંભાળિયા માર્કેટ યાર્ડ નજીક બની હતી જેમાં ડાયવર્ઝનના પથ્થર સાથે કાર ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવી છે. હાલ પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં એક સાથે 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, રાત્રિ ભોજન બાદ અચાનક તબિયત લથડી

Back to top button