ISRO માટે આજે અગત્યનો દિવસ, ચંદ્રયાન-3 મારશે મોટી છલાંગ, જાણો હવે ચંદ્રથી કેટલું દૂર
- આજે ચંદ્રયાન-3 ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં કરશે પ્રવેશ
- ISRO માટે આજનો દિવસ મહત્વપૂર્ણ
- ચંદ્રયાન-3 ચંદ્રનો અગામી તબક્કો પૂરો કરી વધુ નજીક પહોંચશે
ચંદ્રયાન-3 સતત ચંદ્ર તરફ સુરક્ષિત આગળ વધી રહ્યું છે. ISRO ચંદ્રયાન-3 મિશનના અવકાશયાનને ચંદ્રની નજીક લાવવા માટે આજે એટલે કે 14 ઓગસ્ટના રોજ એક મહત્વપૂર્ણ ત્રીજી ભ્રમણકક્ષા છોડી તેનો અગામી તબક્કો પૂર્ણ કરી ચન્દ્રની વધુ નજીક પહોંચશે.ભારતનું ચંદ્રયાન 3 મિશન આજે ચંદ્ર તરફ વધુ એક પગલું ભરશે. ચંદ્રયાન 3 ફરી એકવાર લાંબી કૂદકો મારીને ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશ કરશે. ઈસરોએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,ISRO આજે એટલે કે 14મી ઓગસ્ટે ત્રીજી વખત ચંદ્રયાન-3ની ઓર્બિટ ઘટાડશે. અત્યારે તે ચંદ્રની 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં છે. એટલે કે ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. જેમાં ચંદ્રથી તેનું લઘુતમ અંતર 174 કિમી અને મહત્તમ અંતર 1437 કિમી છે. આ પહેલાં 9 ઓગસ્ટે ચંદ્રયાનની ઓર્બિટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.6 ઓગસ્ટના રોજ લગભગ 11 વાગ્યે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત ઘટાડવામાં આવી હતી. પછી તે ચંદ્રની 170 કિમી x 4313 કિમીની ઓર્બિટમાં આવ્યું. ઓર્બિટ ઘટાડવા માટે, ચંદ્રયાનના એન્જિનને થોડા સમય માટે ચાલુ કરવામાં આવ્યું હતું. જો કે, ઇસરોએ એ માહિતી શેર કરી નથી કે કેટલા સમય સુધી એન્જિન ચાલુ રહ્યું હતું.
PSLV-C57/Aditya-L1 Mission:
Aditya-L1, the first space-based Indian observatory to study the Sun ☀️, is getting ready for the launch.
The satellite realised at the U R Rao Satellite Centre (URSC), Bengaluru has arrived at SDSC-SHAR, Sriharikota.
More pics… pic.twitter.com/JSJiOBSHp1
— ISRO (@isro) August 14, 2023
અગાઉ પણ આવી જ પ્રક્રિયા કરાઈ હતી
મહત્વનું છે કે,અગાઉ 9 ઓગસ્ટે પણ આવી જ પ્રક્રિયા કરવામાં આવી હતી. પરિણામે અવકાશયાનની ભ્રમણકક્ષા ઘટીને 174 km x 1,437 km થઈ ગઈ. આ ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા પછી આગામી ડી-ઓર્બિટીંગ 16 ઓગસ્ટના રોજ સુનિશ્ચિત થયેલ છે. બીજી તરફ 22 દિવસની યાત્રા પછી, ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી યાનને ચંદ્રના ગ્રેવિટીમાં કેપ્ચર કરી શકાય, જેથી તેની ગતિ ઓછી કરાઈ હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટાવીને અને 1835 સેકન્ડ એટલે કે લગભગ અડધા કલાક સુધી થ્રસ્ટર્સને ફાયર કર્યું. આ ફાયર સાંજે 7.12 વાગ્યે શરૂ થયું હતું.
ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર ઊતરશે
ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર ઊતરશે. તેમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થાય છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ઓર્બિટમાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્ર પર પાણીની શોધ કરશે. તે એ પણ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે.
ચંદ્રયાન-3 ચંદ્ર પર જઈને શું શોધશે
2019માં ભારતે ચંદ્રયાન-2ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલ્યું હતું. જે લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. હવે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈને ISRO ફરી એકવાર ચંદ્રયાન-3ને દક્ષિણ ધ્રુવ પર મોકલી રહ્યું છે. તેનું પહેલું કારણ એ છે કે અત્યાર સુધી ચંદ્રના આ ભાગમાં કોઈ સ્પેસ એજન્સી પહોંચી નથી અને બીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે અહીં પાણી અને ખનિજો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જો અહીં બરફ હશે તો પાણી પણ હશે, આ સિવાય તાપમાન નીચું હોવાને કારણે ખનિજો પણ પર્યાપ્ત માત્રામાં હશે.
આ પણ વાંચો : ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રની ત્રીજી કક્ષામાં મોકલ્યું, જાણો હજી કેટલી યાત્રા બાકી