ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ અરવિંદ કેજરીવાલને ફટકો પડયો

Text To Speech
  • બન્નેએ મેટ્રોકોર્ટ સમક્ષહાજર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ
  • હવે આપના બન્ને નેતાઓને તા.11મીએ મેટ્રો.કોર્ટમાં હાજર રહેવું પડશે
  • મેટ્રોપોલિટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ સમન્સ જારી કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ અરવિંદ કેજરીવાલને ફ્ટકો પડયો છે. જેમાં બદનક્ષીના કેસમાં ગેરહાજર રહેવાની કેજરીવાલની માગ કોર્ટે ફગાવી દીધી છે. મેટ્રો કોર્ટે સુનાવણીમાં હાજર રહેવા પાઠવેલા સમન્સને પડકારેલું હતુ. જેમાં સેશન્સના હુકમને HCમાં પડકારે નહીં તો 11 ઓગસ્ટે હાજર રહેવું પડશે. હવે બન્નેએ મેટ્રોકોર્ટ સમક્ષહાજર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

આ પણ વાંચો: અમદાવાદના પ્રતિષ્ઠિત બિલ્ડર સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ થઇ 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહને ફ્ટકો પડયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ ગુજરાત યુનિવર્સિટી વિશે બદનક્ષીભર્યા નિવેદનો કરવાના કેસમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહને ફ્ટકો પડયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ સામે મેટ્રોકોર્ટે કાઢેલ સમન્સને પડકારતી અરજી સેશન્સ કોર્ટે ફ્ગાવી દીધી છે. જેથી હવે આપના બન્ને નેતાઓને તા.11મીએ મેટ્રો.કોર્ટમાં હાજર રહેવું પડશે.

આ પણ વાંચો: અમદાવાદમાં આ રીતે મિલકત ભાડે આપી હશે તો પ્રોપર્ટી ટેક્સમાં થશે ફાયદો 

મેટ્રોપોલિટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ સમન્સ જારી કર્યા

ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ ડો.પિયુષ પટેલે આપના નેતા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ અત્રેની મેટ્રોપોલિટન કોર્ટમાં કરેલી બદનક્ષીની ફરિયાદના ચકચારભર્યા કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ સમન્સ જારી કર્યા હતા. જો કે, છેલ્લા ત્રણેક મહિનાથી આ બન્ને નેતાઓ કોર્ટ સમન્સ અને નિર્દેશ છતાં અદાલત સમક્ષ હાજર થયા નથી. બીજી તરફ્ બન્ને સામે કાઢેલ સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યું હતું. જેની સુનાવણીના અંતે સેશન્સ કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફ્ગાવી દીધી છે.

Back to top button