ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પ્રદીપસિંહને બદનામ કરનારાઓને લપડાક; બીજેપીએ કહ્યું- અમારા સન્માનિત કાર્યકર્તા

Text To Speech

અમદાવાદ: ભાજપની કાર્યશિબિરમાં પ્રદિપસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યશિબિરમાં ભાજપમાં પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહે હાજરી આપી હતી. કમલમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હોવાની વાતો કરનારા ખુલ્લા પડ્યા છે. પ્રદિપસિંહ વાઘેલા વિરુદ્ધ ષડયંત્ર ફેલાવનારાઓ ખુલ્લા પડ્યા છે. કમલમના દરવાજા બંધ થઈ ચૂક્યાના દાવાઓ કરતા ષડયંત્રકારોને બીજા જ દિવસે પ્રદિપસિંહે ભાજપનો ઈતિહાસ વિષય પર વ્યાખ્યાન આપવા ત્રિમંદિર પહોંચ્યા હતા.

પ્રદિપસિંહ વાઘેલાએ આજે ત્રિમંદિર અડાલજ ખાતે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યોના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈને તેમને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ સાથે જ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આગામી દિવસોમાં ષડયંત્રકારો વિરુદ્ધ મોટી કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા છે.

પ્રદીપસિંહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોવાની રાજકીય ચર્ચાઓ:

પ્રદીપસિંહને બદનામ કરનારાઓની પોલ ખુલી ગઈ છે, તો પાર્ટીએ પોતાના સત્તાવાર નિવેદનમાં પ્રદીપસિંહને તેમના એક સન્માનિત કાર્યકર્તા ગણાવ્યા છે.. તો બીજી તરફ પાછલા ત્રણ દિવસથી પ્રદીપસિંહ ને લઈ આવી રહેલી વિભિન્ન વાતોનો અંત આવ્યો છે… ઉલ્લેખનિય છે કે, પાછલા ઍક દિવસ થી એવી અફવાઓ વહેતી કરવામાં આવી હતી કે પ્રદીપસિંહની હકાલપટ્ટી કરીને કમલમમાં એન્ટ્રી પણ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. જો કે હવે વાતનું વાવેતર કરનારાઓ કાયદાના ચુંગલમાં ફસાય ગયા છે.

પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ શું કારણભૂત થઈ છે ચર્ચાઓ:

ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ તેમના વિરુદ્ધ ષડયંત્ર કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ ગુજરાત યુનિવર્સિટીનું રાજકારણ જવાબદાર હોવાની ચર્ચા છે. તેમના રાજીનામા પાછળ પૂર્વ વીસી હિમાંશુ પંડ્યા, જિમિત શાહ અને તેના પિતા મુકેશ શાહનું કનેક્શન છે. આ ત્રણેયે સાથે મળીને પ્રદીપસિંહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ફરિયાદોનો રાફડો ફાટ્યો

Back to top button