અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા: થલતેજ-શીલજ બ્રિજ નીચે બેરોકટોક દારૂનું વેચાણ
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ બુટલેગરો બેફામ બન્યા છે એ વાત જગજાહેર છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી દારૂબંધીના લીરેલીરા ઉડાડતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શહેરના થલતેજ-શીલજ બ્રિજ નીચે બેરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું જોઈ શકાય છે. ત્યારે આ વીડિયો પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરે છે.
થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
આ વીડિયોમાં જોઈ શકાય છે કે થલતેજ-શીલજ બ્રિજ નીચે સવારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું પેકિંગ કરવામા આવી રહ્યું છે. અહીં સવારે દેશી દારૂના અડ્ડા પર દારૂ પીવા માટે લોકોની ભીડ જામે છે. આમ જાહેરમાં દારુનું વેચાણ થતુ હોય અને તેની ભનક પોલીસને ના હોય તેવું કેમ બની શકે ? આ વીડિયો સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા કરે છે.
અમદાવાદમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, થલતેજ-શીલજ રોડ બ્રિજ પાસે દારૂના વેચાણનો વીડિયો થયો વાયરલ#Ahmedabad #thaltejsheeljbridge #viralvideo #ahmedabadpolice #liquor #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/dOesZgetLp
— Hum Dekhenge News (@humdekhengenews) August 4, 2023
આ પણ વાંચો : અમદાવાદમાં લવ જેહાદ: ઈલિયાસે ‘યસ’બનીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ
ગુજરાતમાં દારૂબંધી છે છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. દારૂના વેચાણ સામે પોલીસ આંખ આડા કાન કરી રહી છે અથવા તો પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેપલો ધમધમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ વાત વીડિયોમાં દેખાતા દૃશ્ય પરથી સ્પષ્ટ થાય છે, જ્યાં થલતેજ-શીલજ બ્રિજ નીચે બેરોકટોક દારૂનું વેચાણ પણ થાય છે અને લોકો જાહેરમાં દારૂ પી રહ્યા છે. ત્યારે હવે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું .
આ પણ વાંચો : ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ