ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠાના રામપુરામાં દારૂબંધીનાં લીરેલીરા; સરપંચ પુત્રએ દારુબંધ કરવાનુ કહેતા જીવલેણ હુમલો!

  • ગામમાં જ દેશી દારુ બનાવીને વેચાણ કરતા હતા હુમલાખોર.
  • પોલીસને જાણ હોવા છતાં નથી થતી કોઈ કાર્યવાહી.

બનાસકાંઠા: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવું કહેવું હવે ખોટું નથી. હાલમાં જ મળતી માહીતી પ્રમાણે બનાસકાંઠાના સુઈગામ તાલુકાના રામપુરા ગામે સરપંચના પુત્રએ ગામમાં દેશી દારુની ભઠ્ઠી ચલાવનાર આરોપીઓને ગામમાં દારુ ના બનાવવો અને ગામમાં દારુ વેચવાની ના પાડતા વાવ તાલુકા પંચાયતના પૂર્વ ઉપ્રમુખ ના પતિ પર હુમલો થયાની ઘટના સામે આવી છે.

જીવલેણ કર્યો હુમલો:

ગઈ કાલે સવારના આશરે આઠેક વાગ્યે પટેલ ઈશ્વરભાઈ લખમણભાઈ પોતે તેમના કુટંબી ભાઈ રવજીભાઇ પટેલના ખેતરેથી તેમના ઘરે પોતાની ગાડી લઈ ને પરત ફર્યા હતા, તે દરમ્યાન તેમના ગામના રામાભાઇ કરમશીભાઇ પારગીના ઘર પાસે આવતા રસ્તામાં રોડ ઉપર તેમના ગામના જોધાભાઇ રવજીભાઇ ઠાકોર તથા તેમના દીકરા ટીના ભાઇ તથા ભગાભાઈ અને તેમના કુટુંબી હરખાભાઇ રાજાભાઇ ઠાકોર આ ચારેય જણાઓ તેમની ગાડીનો પીછો કરી ગાડી ઊભી રખાવી જીવલેણ હુમલો કર્યો હતો.

સુઈગામ-humdekhengenews

ગામમાં ખુલ્લેઆમ વેચે છે દારું:

દારુ પીને ગામમાં ન ફરવાનુ કહેતા આ ચારેય શખ્સે ઈશ્વરભાઈ લખમણભાઈ પટેલને ગાડી રોકી ગાળો બોલી, ગડદા પાટુ નો માર માર્યો અને ભગાભાઈ જોધાભાઈ તેમની ગાડી માથી લોખંડની પાઇપ લઇ આવીને ડાબા પગ ઉપર ઈજા હોચાડી હતી. વધુ માર મારતાં તેઓએ બુમો પાડતી હતી તેથી નજીકના રહેવાસી તલાભાઇ રવજીભાઇ પટેલે તથા રામાભાઈ કરમશીભાઈ પારંગી ત્યાં આવી જતાં વધુ મારમાંથી છોડાવ્યા હતાં. પરંતુ તેઓને જોધાભાઈ રવજીભાઇ ઠાકોરએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે કે આજે આ બધા માણસો આવી જતા તુ બચી ગયો પણ હવે હાથમાં આવીશ ત્યારે જાન થી મારી નાખીશું. જાનથી મારી નાખવાની ધમકી મળતા હુમલાનો ભોગ બનનાર ઈશ્વરભાઈ પટેલે સુઇગામ સરકારી દવાખાને સારવાર કરાવ્યા બાદ સુઈગામ પોલીસ સ્ટેશને ફરીયાદ નોધાવી છે.

સુઈગામ-humdekhengenews

સુઈગામ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ:

હુમલાનો ભોગ બનનાર ઈશ્વરભાઈએ HD Newsને જણાવ્યું છે કે ગામમાં દેશી દારુની ભઠ્ઠીને પોલીસને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નતી. જ્યારે વધુમાં જણાવતાં કહ્યું છે કે કાલે ફરીયાદ કરી હોવા છતાં હજી પોલીસે કોઈ કાર્યવાહી હુમલા ખોરો પર કરી નથી અને તેઓ અત્યારે પણ ગામમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે અને દેશી દારુનું વેચાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : અંબાજીમાં 10 હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું મુખ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ

Back to top button