કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગર ખાતે નવી શિક્ષણ નીતિનાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ યોજાઇ

  • નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે : કેન્દ્રીય વિદ્યાલય આચાર્ય રજનીકાંત સુતરીયા
  • નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થશે : જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષક શૈલેષ ગાયકવાડ
  • નવી શિક્ષણ નીતિ થકી ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં વિષય પસંદગીની સુગમતા રહેશે : સિલ્વરબેલ શાળાના આચાર્ય ચક્રપાણી એસ્ટરેલા

આજરોજ  કેન્દ્રીય વિદ્યાલય ખાતે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યાને ત્રણ વર્ષ થવા પર સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી અને નવી નીતિથી ગુણવત્તાયુક્ત શિક્ષણને સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આચાર્ય રજનીકાંત સુતરીયાએ નવી શિક્ષણ નીતિ  અંગે માહિતી આપી

આ તકે કેન્દ્રીય વિદ્યાલય આચાર્ય રજનીકાંત સુતરીયાએ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંગે પૂરી માહિતી આપીને જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે. ૨૧ મી સદીની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન આવેલ છે.

નવી શિક્ષણ નીતિ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી

જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષક શૈલેષ ગાયકવાડ એ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થશે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ દેશ અને વિશ્વમાં તેમની કુશળતા થકી દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકે તે માટે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ ઘડવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભાવનગર પ્રેસ કોન્ફરન્સ-humdekhengenews

નવી શિક્ષણ નીતિ થકી ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં વિષય પસંદગી કરવાની સુગમતા રહેશે

સિલ્વરબેલ શાળાના આચાર્ય ચક્રપાણી એસ્ટરેલાએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ થકી ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં વિષય પસંદગી કરવાની સુગમતા રહેશે. કોઈ વિદ્યાર્થીને સાયન્સની સાથે કોમર્સના કોઈ વિષયનો અભ્યાસ કરવો હોઈ તો પણ કરી શકે તેવી દિશામાં નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે. શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ બંનેમાં બહુભાષીયતાને પ્રોત્સાહન આપવામાં આવશે. એન્જિનિયરિંગ જેવા જટિલ વિષયો અનેક ભારતીય ભાષાઓમાં ઓફર કરવામાં આવે છે.

મહત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું

પી.આઈ.બી. ના ફિલ્ડ પબ્લિસિટી ઓફિસર દેવેન્દ્ર ત્રિવેદીએ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંગે ઊંડાણપૂર્વક ચિતાર આપવાની સાથે વિઝન, આત્મનિર્ભર ભારત માટેની નીતિ, પાયાના સાક્ષરતાના આયામો જેવા મહત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 આ પણ વાંચો : આગામી 24 કલાક માટે તૈયાર રહેજો ! આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Back to top button