ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને ફેરવવા બદલ CMના રાજીનામાની માંગ, મોદી સરકારને ઘેરશે વિપક્ષ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ વિપક્ષ ગુરુવારે મણિપુરમાં બે મહિલાઓની નગ્ન ફેરવવાની શરમજનક ઘટનાનો મુદ્દો સંસદમાં જોરશોરથી ઉઠાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષ આ પહેલા પણ ઘણી વખત મણિપુર હિંસા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવી ચુક્યું છે . હવે લેટેસ્ટ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે અને કોંગ્રેસ, AAP અને TMC સહિત વિવિધ રાજકીય પક્ષોએ આ ઘટનાની સખત નિંદા કરી છે. આ સાથે સરકાર પર પણ પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે.

મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યુંઃ બીજી તરફ કેન્દ્ર પણ આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ ઘટનાને સંપૂર્ણપણે અમાનવીય ગણાવી છે અને આ અંગે મુખ્યમંત્રી એન.બિરેન સિંહ સાથે વાત કરી છે. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે અને દોષિતોને સજા અપાવશે.

સરકાર પર વિપક્ષનો હુમલોઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કરતા કહ્યું કે, ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ’ (ઈન્ડિયા), વિરોધ પક્ષોનું ગઠબંધન, જ્યારે આ પૂર્વોત્તર રાજ્યમાં ભારતની કલ્પના પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે તે ચૂપ નહીં રહે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે સમાજમાં સૌથી વધુ હિંસા મહિલાઓ અને બાળકોને સહન કરવી પડે છે. તેમણે સરકારને વધુમાં સવાલ કર્યો કે મણિપુરમાં થયેલી હિંસક ઘટનાઓ પર કેન્દ્ર સરકાર, વડાપ્રધાન કેમ આંખ આડા કાન કરીને બેઠા છે? શું આવી તસવીરો અને હિંસક ઘટનાઓ તેમને પરેશાન નથી કરતી?

ઘટના પર પ્રતિક્રિયાઃ  કોંગ્રેસના અન્ય નેતા અલકા લાંબાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ સવાલ કર્યો છે કે, “તમે એક મહિલા હોવાના કારણે આ બધું ચૂપચાપ કેવી રીતે જોઈ શકો ? દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે.” આ સિવાય દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ પણ આ ઘટનાની કડક નિંદા કરતા ટ્વિટ કર્યું છે, જેમાં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર પણ ટોણો મારવામાં આવ્યો છે..

આ પણ વાંચોઃ અમદાવાદનો સૌથી ભયાનક અકસ્માત, ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત જોવા ઉભેલા ટોળા પર જેગુઆર કાર ફરી વળતા 9 લોકોના કમકમાટી ભર્યા મોત

Back to top button