લાંચિયા તલાટીને સસ્પેન્ડ કરાતા બુધેલ ગામમાં દિવાળી જેવો માહોલ, જુઓ આ સેલેબ્રેશન વીડિયો…
ભાવનગરની એક ઘટના સામે આવી છે. બુધેલ ગામના તલાટી મંત્રીનો લાંચ લેતો વીડિયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા જ તંત્ર દોડતું થયું છે. આ સાથે જ જિલ્લા પંચાયત કચેરી દ્વારા તલાટી મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં તલાટીનો ત્રાસ તો જુઓ કે લોકોએ તલાટી સસ્પેન્ડ થયા તો ફટાકડા ફોડીને સેલેબ્રેશન કર્યું છે.સાથે જ મીઠાઈ પણ વહેંચી હતી. આ તકે ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
View this post on Instagram
ભાવનગર બુધેલ ગામનાં તલાટીની, લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા 4,000 ની લાંચ લેતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને તલાટી મંત્રી જયેશ ડાભીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- બુધેલ ગામના તલાટી મંત્રીનો લાંચ લેતો વીડિયો વાયરલ
- 4,000 ની લાંચ લેતા તલાટી મંત્રી સામે કરી કાર્યવાહી
- ગ્રામજનોએ ફટાકડા ફોડી કર્યું સેલેબ્રેશન
તલાટી મંત્રીનાં વિરોધીઓ દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ ઉજવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા માટે તલાટી મંત્રીએ આર્થિક વ્યવહાર કર્યો હોવાનું વીડિયોમાં સામે આવતા કાર્યવાહી થઈ હતી.
View this post on Instagram
જે અંગે એક એડવોકેટ દ્વારા વીડિયો ઉતારી વાયરલ કરાયો હતો. વીડિયો વાયરલ થતાં જિલ્લા પંચાયત કચેરી દ્વારા તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હાલ તો તેને સામાન્ય સજાના ભાગ રૂપે પાલીતાણા હેડક્વાર્ટર ખાતે બદલી કરી છે. હવે જોવું એ રહ્યું કે આ તલાટીએ આવા તો કેટલા મેરેજ સર્ટી ઈશ્યૂ કર્યા હશે અને તલાટીના પાવરમાં આવતી બીજી કેટલીક બાબતોમાં આવી રીતે નાણાં ખંખેર્યા હશે તેને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો : દારુડિયાઓ સામે કાર્યવાહીની માંગ કરનાર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો