ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરપ્રદેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી પથ્થરમારો, કોણે કર્યો હુમલો?

Text To Speech

ગોરખપુરથી લખનૌ આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર 3 લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પથ્થરબાજોની ધરપકડ કરી લીધી છે, આ ઘટના સોહાવલ રેલવે સ્ટેશન પાસે બની હતી. આ બાબતે એસએસપીએ કહ્યું કે આરપીએફએ અમને જાણ કરી હતી કે સોહાવલ રેલવે સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ સ્થળ પર તપાસ કરવા ગઈ હતી અને જાણવા મળ્યું હતું કે 9 જુલાઈના રોજ ટ્રેને મુન્નુ પાસવાન નામના વ્યક્તિની 6 બકરીઓને કચડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આથી ગુસ્સામાં આવીને મુન્નુ અને તેના 2 પુત્રો અજય અને વિજયે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.

પથ્થરમારો કરનાર મુન્નુ અને તેના બે પુત્રોને પોલીસે પકડ્યા

એસએસપીએ કહ્યું કે ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર મુન્નુ અને તેના બે પુત્રોને પોલીસે પકડી લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પથ્થરમારામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. આ પથ્થરમારાના કારણે ટ્રેનની બારીઓના કાચ તૂટી ગયા છે, જ્યારે પથ્થરમારાના કારણે મુસાફરો પણ ડરી ગયા હતા. આ સાથે ટ્રેનની અંદર અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી

તમને જણાવી દઈએ કે 7 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ઉત્તર પ્રદેશમાં દોડનારી બીજી વંદે ભારત ટ્રેન છે. ગોરખપુર-લખનૌ વંદે ભારત ટ્રેન (22549) ગોરખપુરથી સવારે 6.05 વાગ્યે ઉપડે છે અને સહજનવા, ખલીલાબાદ, બભનાન, માનકાપુર, અયોધ્યા અને બારબંકી થઈને સવારે 10.20 વાગ્યે લખનૌ જંકશન પહોંચે છે. આ દરમિયાન આ ટ્રેન 299 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેનના ભાડાની વાત કરીએ તો IRCTC વેબસાઈટ અનુસાર, ચેર કારનું ભાડું 1005 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 1755 રૂપિયા છે. આ ભાડામાં કેટરિંગ ચાર્જ, રિઝર્વેશન ચાર્જ અને સુપર ફાસ્ટ ચાર્જ અને GST પણ સામેલ છે.

આ પણ વાંચો: ગાઝિયાબાદમાં કાર અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 6ના કરુણ મોત

Back to top button