આજે દેવશયની એકાદશીઃ જાણો મહત્ત્વ, પૂજન વિધિ અને મુહૂર્ત
- દેવશયની એકાદશી 29 જુન 2023 અને ગુરૂવારના રોજ
- આજથી ચાતુર્માસની શરૂઆતઃ આ વખતે પાંચ મહિના ચાલશે
- ભગવાન વિષ્ણુ ચાર મહિના ક્ષીર સાગરમાં શયન કરશે
અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. હિંદુ ધર્મમાં દેવશયની એકાદશી ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે, કેમકે આ દિવસ પછી ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે.
દેવશયની એકાદશી બાદ દેવી-દેવતાઓનો શયનકાળ શરૂ થાય છે. આ કારણે આ એકાદશી બાદ ચાર મહિના સુધી માંગલિક કાર્યો પર રોક લાગે છે. જાણો 2023ની દેવશયની એકાદશીની તારીખ, મુહૂર્ત અને મહત્ત્વ
આ વર્ષે દેવશયની એકાદશી 29 જુન 2023 અને ગુરૂવારના રોજ છે. દેવશયની એકાદશીને પદ્મા એકાદશી, પ્રબોધિની એકાદશી, અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કારતક મહિનાની દેવઉઠી એકાદશીએ જાગે છે. આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ પણ કહેવાય છે.
દેવશયની એકાદશીનું મુહુર્ત
પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશયની એકાદશી તિથિની શરૂઆત 29 જુન 2023ના રોજ સવારે 3.18 વાગ્યે થશે. આગામી દિવસે 30 જુન 2023ના રોજ રાતે 2.42 વાગ્યે તેનું સમાપન થશે. દેવશયની એકાદશીના પારણા 30 જુનના રોજ બપોરે 1.48 વાગ્યાથી લઇને સાંજે 4.36 સુધી રહેશે.
દેવશયની એકાદશીનું મહત્ત્વ
સનાતન ઘર્મમાં દેવશયની એકાદશીનું ખૂબ મહત્ત્વ છે. તે બે શબ્દો મળીને એટલે કે દેવ અને શયન શબ્દને મળીને બની છે. અહીં દેવ શબ્દનો ઉપયોગ ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે. શયન શબ્દનો અર્થ સુવુ થાય છે. માન્યતાઓ અનુસાર આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં શયન માટે જાય છે. આ વ્રત કરવાથી તમામ દુઃખ-દર્દ દુર થાય છે અને તમામ મનોકામના પુર્ણ થાય છે.
આ પણ વાંચોઃ હજ કરવા 16 લાખથી વધારે લોકો પહોંચ્યા સાઉદી; જાણો કેટલા ભારતીય