બનાસકાંઠાની 61 શાળાઓમાં સંસ્કાર શાળા કાર્યક્રમ શરૂ, 25 ગામોમાં અફીણબંધી અને દારૂબંધી
પાલનપુર: પૂજ્ય મહારાજ સાહેબની પ્રેરણા અને પરિશ્રમથી બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાનું અભિયાન ઝડપભેર ચાલી રહ્યું છે આગામવિશારદ પૂજ્ય આચાર્યદેવ શ્રીવિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શનમાં બનાસકાંઠાની 61 શાળાઓમાં સંસ્કાર શાળા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેમજ 25 જેટલા ગામોમાં અફીણબંધી અને દારૂબંધી કરવામાં આવી છે. આ અનુસંધાનમાં આનંદ પરિવારના કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે રાજકીય અગ્રણીઓ તેમજ અધિકારીઓને મળ્યા હતા.
આનંદ પરિવારના કાર્યકર્તાઓએ
જેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને મળ્યા હતા. સંસ્કારશાળા કાર્યક્રમના કારણે બાળકોમાં જે પાયાના પરિવર્તનો આવી રહ્યા છે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમજ જૂન મહિનાના અંતમાં આનંદ પરિવાર દ્વારા યોજવામાં આવનાર શિક્ષણ સંમેલનમાં અવશ્ય ઉપસ્થિત રહેશે તેમ અંગત રસપૂર્વક જણાવેલ. ખાસ તો કાર્યકર્તાઓને એ વાતોનો ખૂબ આનંદ થયો કે ગુજરાતને હાલ એવા શિક્ષણમંત્રી મળ્યા છે કે જે શિક્ષણ કાર્યને સારી રીતે સમજી શકે છે.
પોલીસ તંત્રને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી
ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી એ વ્યસનમુક્તિ અંગેના કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી અને બનાસકાંઠાના SP સહિત પોલીસતંત્રને યોગ્ય સૂચનાઓ આપી હતી અને ટૂંક સમયમાં પૂજ્યશ્રીના આશીર્વાદ લેવા આવશે તેમ જણાવ્યું હતું.
સાધુ-સંતો જ અમારા કાર્યને સરળ બનાવી શકે : નિર્લિપ્તરાય
પૂજ્ય મહારાજ સાહેબ દ્વારા બનાસકાંઠાના ગામડાઓમાં જે વ્યસનમુક્તિ અને સંસ્કારશાળાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી તેઓએ કહેલ કે ખરેખર આ આખા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે અને આવા સાધુ-સંતો જ અમારા કાર્યને સરળ બનાવી શકે છે. તેઓએ ખાતરી આપેલ કે મારા યોગ્ય જે પણ કાર્ય હોય મને સૂચના આપજો અમે જરૂરથી વ્યસનમુક્તિના અભિયાનમાં સાથ સહકાર આપીશું. બનાસકાંઠા તરફ આવવાનું થશે ત્યારે જરૂરથી મહારાજ સાહેબના આશીર્વાદ લેવા આવીશ.
શિક્ષણ મંત્રી, ગૃહ મંત્રી સાથે કરી મુલાકાત
જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામક એમ. આઇ.જોષીએ જણાવ્યું હતું કે, સંસ્કારશાળા કાર્યક્રમ અને શ્રેષ્ઠ આચરણ કરનારા બાળકોને સુવર્ણમુદ્રા (ગોલ્ડ મેડલ) આપવાની યોજનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમજ બનાસકાંઠાની શાળાઓમાં આ કાર્યક્રમ ચલાવવા માટે ઉત્સાહપૂર્વક પ્રોત્સાહન આપ્યું હતું. અને આવા કાળમાં પણ આવા સંતો જ્યાં સુધી છે ત્યાં સુધી અમારા બાળકો માટે અમે નિશ્ચિંત રહી શકીએ છીએ એમ જણાવેલ અને શિક્ષક સંમેલનમાં ઉપસ્થિત આવશે તેમ કહેલ.
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા અકસ્માતો રોકવા ‘ગુજરોસા’ હવે મનોવૈજ્ઞાનિક બ્રેક મારશે