ગુજરાતમધ્ય ગુજરાતસ્પોર્ટસ

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા એકાર્થ GCF નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

  • ગાંધીનગર સ્પોર્ટ્સ એકેડમી ખાતે ટુર્નામેન્ટ રમાશે.
  • વિજેતા ટીમને 1 લાખ જ્યારે રનર્સ-અપને 50 હજારનું ઇનામ.
  • મેયર હિતેષ મકવાણા અને ધારાસભ્ય રીટા પટેલ રહ્યા હાજર.

ભારતમાં ક્રિકેટએ સૌથી લોકપ્રિય રમત છે. લોકો ક્રિકેટ પાછા ઘેલા થઇ જતા જોવા મળે છે. ગલી, મહોલ્લા, મેદાનમાં ઠેર ઠેર ક્રિકેટની રમત જોવા મળે છે ત્યારે યુવાનોને યોગ્ય માહોલ અને યોગ્ય મેદાન મળે તેમજ યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવે તે આશયથી ગાંધીનગર સ્પોર્ટ્સ એકેડમી ખાતે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા એક સુંદર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

46 ટીમો વચ્ચે જંગ જામશે

આ ટુર્નામેન્ટની વાત કરીએ તો ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગાંધીનગર કલ્ચરલ ફોરમ અને ડોક્ટર ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 46 ટીમો વચ્ચે જંગ જામશે. જેમાં દરરોજ ૩ મેચો રમાશે. કુલ 16 દિવસ સુધી આ ટુર્નામેન્ટ રમાશે તેમજ 6 મે એ સમાપન સમારોહ યોજાશે. વિજેતા ટીમને 1 લાખનું ઇનામ આપવામાં આવશે જ્યારે રનર્સ-અપ ટીમને 50 હજાર આપવામાં આવશે. દરેક મેચમાં મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન્ટને પુરસ્કાર આપવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર મેટ્રોને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે શરૂ થશે !

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ક્રિકેટના રંગમાં રંગાયું

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત GCF નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સમારંભમાં ગાંધીનગરના પ્રથમ નાગરિક મેયર હિતેષ મકવાણા, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ, GUDAના પૂર્વ ચેરમેન આશિષ દવે તેમજ ટુર્નામેન્ટના સ્પોન્સર એકાર્થ ગ્રુપના દેવાંગ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તમામ મહાનુભાવોએ ફુગ્ગાઓ હવામાં છોડીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે હાજર ગાંધીનગરના મેયર હિતેષ મકવાણાએ જણાવ્યું હતું કે આમતો ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગરબાના રંગે રંગાઈ જતું હોય છે પરંતુ આ વખતે ક્રિકેટના રંગમાં રંગાઈ ગયું છે.

આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર મેટ્રોને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે શરૂ થશે !

યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવશે

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ખાસ કરીએ નવરાત્રીમાં ગરબાનું સરસ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ક્રિકેટના આ આયોજન વિશે આયોજક કૃષ્ણકાન્ત ઝાએ જણાવ્યું કે યુવાનોને યોગ્ય માહોલ યોગ્ય મેદાન મળે તેમજ યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવે તે આશયથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વાહનોની ધૂમ ખરીદી, ગાંધીનગર કોર્પોરેશનના વેરાની આવક જાણી રહેશો દંગ

ગાંધીનગર કલ્ચરલ ફોરમ આમ તો ગરબામાં ઝુમતું જોવા મળે છે પરંતુ હવે ક્રિકેટના આયોજનથી ક્રિકેટના રંગમાં રંગાઈ ગયું છે. ક્રિકેટ જેન્ટલમેન ગેમથી યુવાનો વ્યસનથી દુર થશે અને સમૂહની ભાવના કેળવાશે. આ ટુર્નામેન્ટનું સમાપન 6 મે એ છે. દરેક ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યા છે તેમજ ખેલાડીઓ ક્રિકેટની રમતનો આનંદ માણી રહ્યા છે.

Back to top button