પ્યાર કિયા તો નિભાનાઃ તમારા સંબંધોને મજબૂત બનાવો આ રીતે
- હેલ્ધી રિલેશનશિપ વિશ્વાસ, સન્માન અને ઓપન કોમ્યુનિકેશનના પાયા પર બને છે.
- એક પ્રેમભર્યો સંબંધ ઇચ્છો છો તો તમારા પાર્ટનર પર આક્ષેપબાજી ન કરો.
- બિલકુલ જરૂરી નથી કે તમે હંમેશા એકબીજાની વાત સાથે સહમત થાવ.
સંબંધો નાજુક હોય છે, તે આપણે જાણીએ જ છીએ. સંબંધોને કાચના વાસણની જેમ સાચવવા પડે છે. તેને સંભાળીને રાખવા ખૂબ જરૂરી છે. તમારો તમારા પાર્ટનર સાથેનો પ્રેમ અમર રહે તે માટે તમારે સંબંધોની સાવધાનીપુર્વક દેખભાળ કરવી પડે છે. એક હેલ્ધી રિલેશનશિપ વિશ્વાસ, સન્માન અને ઓપન કોમ્યુનિકેશનના પાયા પર બનતી હોય છે. તમે પણ તમારા પાર્ટનર સાથે મજબૂત સંબંધો રાખવા ઇચ્છતા હો તો કેટલાક નિયમો પાળો.
આરોપ કે ટીકાઓથી બચો
જો તમે એક પ્રેમભર્યો સંબંધ ઇચ્છો છો તો તમારા પાર્ટનર પર આક્ષેપબાજી ન કરો. એકબીજાની ટીકા ન કરો. આ બાબતો તમારા સંબંધો ક્યારેય મજબૂત નહીં બનવા દે. તમારા શબ્દોને તમારા કાબૂમાં રાખો, સ્વયંને શાંત કરો, તમારા ભાગની જવાબદારીને સમજો. એકબીજાના કામના વખાણ કરો.
દર વખતે સહમત થવુ જરૂરી નથી
આપણે આપણા મિત્રો પણ દર વખતે આપણી સાથે સહમત થાય તેવી આશા રાખતા નથી, તો પછી આપણે આપણા પાર્ટનર પણ દબાણ શા માટે ઉભુ કરીએ છીએ. એક મજબૂત સંબંધ ત્યારે જ બને છે જ્યારે તમે તમારા પાર્ટનરને ત્યાં જ રહેવા દો જ્યાં તે છે, તે પણ તેના વિચારો, મતો અને વિકલ્પોની સાથે. બિલકુલ જરૂરી નથી કે તમે હંમેશા એકબીજાની વાત સાથે સહમત થાવ. એકબીજાને વૈચારિક સ્પેસ આપો.
એક સારી કોમ્યુનિકેશનની રીત અપનાવો
દરેક સંબંધ માટે યોગ્ય કોમ્યુનિકેશન અત્યંત જરૂરી છે. જો તમારે તમારા પાર્ટનર સાથે વિવાદ થયો હોય તો તેની સાથે વાત કરો અને વાતને આગળ વધતી અટકાવી દો. તમારી અંદર બહેતર કોમ્યુનિકેશ સ્કીલનું હોવું જરૂરી છે. સંબંધોમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે ગેપ વધતા જાય છે.
વોક આઉટ ન કરો
કોઇ પણ કન્વર્ઝેશન દરમિયાન તમે જો તે વાત વચ્ચે છોડીને ચાલ્યા જાવ તો તેને વોક આઉટ કહેવાય છે. કોઇ પણ વાત વોકઆઉટના કારણે સોલ્યુશન વગરની અધુરી જ રહી જાય છે. તેના કારણે સમસ્યાઓ વકરે છે. કોઇપણ સંબંધને થોડો સમય આપો. વચ્ચે કોઇ પણ વાત છોડવાના બદલે તેનો ઉકેલ લાવો.
કોઇ અનુભવીની સલાહ લો
જ્યારે કોઇ પણ વાત તમારા હાથમાંથી નીકળી જાય છે ત્યારે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં જ શાણપણ છે. જોકે સૌથી બેસ્ટ તો એજ છે કે તમારા સંબંધોને મજબૂત બનાવો અને કોઇ પણ પ્રકારે સમસ્યાનું સમાધાન ખુદ કરવાનો પ્રયાસ કરો. જો તેમ ન થાય તો 100 ટકા અનુભવી વ્યક્તિની સલાહ લો.
આ પણ વાંચોઃ બાળકોને એનર્જી કે હેલ્થ ડ્રિંક પીવડાવતા હો તો સાવધાનઃ હેલ્થ માટે વોર્નિંગ