ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

બાળકોને એનર્જી કે હેલ્થ ડ્રિંક પીવડાવતા હો તો સાવધાનઃ હેલ્થ માટે વોર્નિંગ

  • આજકાલ એનર્જી ડ્રિંક અને હેલ્થ ડ્રિંકનું ચલણ વધ્યુ છે. 
  • આવા એનર્જી ડ્રિંકથી ડિહાઇડ્રેશન થઇ શકે છે. 
  • આ ડ્રિંક્સમાં રહેલી વસ્તુઓ બાળકોની હેલ્થ બગાડી શકે છે. 

બાળકોએ હેલ્ધી રહેવા માટે દુધ પીવું જરૂરી છે. આવા સંજોગોમાં પેરેન્ટ્સ બાળકોને દુધ પીવડાવવા માટે તેને ટેસ્ટી બનાવવાની કોશિશ કરે છે અને માર્કેટમાં મળતા હેલ્થ ડ્રિંક કે પાવડર બાળકોને આપે છે. આજકાલ એનર્જી ડ્રિંક પણ ખૂબ માત્રામાં ચાલી રહ્યા છે. તેને પીવાથી પાણીની કમી અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થાય છે. આવા ડ્રિંક બાળકોની હેલ્થને નફો નહીં, નુકશાન કરે છે, તેવુ એક સંશોધનમાં સાબિત થયુ છે. જો તમે પણ તમારા બાળકને આવા ડ્રીંક પીવડાવતા હો તો ચેતી જજો. આવા ડ્રિંક્સમાં રહેલી આ વસ્તુઓ બાળકોની હેલ્થ બગાડે છે.

બાળકોને એનર્જી કે હેલ્થ ડ્રિંક પીવડાવતા હો તો સાવધાનઃ હેલ્થ માટે વોર્નિંગ hum dekhenge news

સુગર

બાળકોમાં થાક દુર કરવા અને તેને એક્ટિવ બનાવવા માટે માર્કેટમાં એનર્જી ડ્રિંક મળે છે. જેને પીને બાળક ભલે એક્ટિવ દેખાય, પરંતુ બીજી મોટી બિમારીઓ તેને ઘેરી લે છે. આ ડ્રિંકમાં સુગર સારી એવી માત્રામાં હોય છે. તેનાથી બાળકોમાં મેદસ્વીતા, દાંતમાં સડન, ઉંઘની કમી જેવી ફરિયાદ થવા લાગે છે. એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે બાળકોને વધુ માત્રામાં ખાંડ ખવડાવવાથી તેમની શીખવા અને સમજવાની ક્ષમતા પર અસર પડે છે.

હાઇ ફ્રક્ટોઝ કોર્ન સીરપ

ઘણા બધા હેલ્થ ડ્રિંકમાં હાઇ ફ્રક્ટોઝ કોર્ન સીરપ મિક્સ કરેલી હોય છે. તેને વધુ માત્રામાં ખાવાથી હેલ્થ પ્રોબલેમ થવા લાગે છે. સામાન્ય રીતે કાર્બોહાઇડ્રેટ ફુડ જેવા કે ભાત ખાવાથી શરીરને ગ્લુકોઝ મળે છે, જે સરળતાથી સેલ્સ દ્વારા આખા શરીરમાં પહોંચી જાય છે, પરંતુ હાઇ ફ્રક્ટોઝ કોર્ન સીરપ બાળકોને ખવડાવવાથી તે ફ્યુલ બનીને એનર્જી બનતા પહેલા ફેટ બનીને લીવરમાં જમા થવાનું શરૂ થઇ જાય છે.

બાળકોને એનર્જી કે હેલ્થ ડ્રિંક પીવડાવતા હો તો સાવધાનઃ હેલ્થ માટે વોર્નિંગ hum dekhenge news

સોડિયમ

ઘણા બધા હેલ્થ ડ્રિંક અને હેલ્ધી ફુડ્સમાં સોડિયમની સારી એવી માત્રા હોય છે. પેકેઝ્ડ ફુડમાં સોડિયમ વધુ પડતી માત્રામાં હોય છે. તેને ખાવાથી બાળકો મેદસ્વીતા સાથે તણાવ અને હાઇ બીપી જેવી સમસ્યાનો શિકાર બને છે. 8થી 17 વર્ષની ઉંમરના બાળકોને સોડિયમની વધુ માત્રા બીપી હાઇ કરી શકે છે. તેનાથી હાર્ટ એટેક થવાનો ખતરો પણ રહે છે.

કૈફીન

શરીરને એક્ટિવ રાખવા માટે એનર્જી ડ્રિંક્સ કે હેલ્થ ડ્રિંક્સમાં કૈફીનની માત્રા હોય છે. જે બ્લડ પ્રેશર અને ઉંઘ ન આવવાની સમસ્યાને વધારે છે. બાળકો આ પ્રકારના ડ્રિંક પીને મુડ સ્વિંગ અને તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરે છે. કૈફીન વાળા પીણાં બાળકોમાં માથાના દુઃખાવાની સમસ્યા પણ પેદા કરી શકે છે.

આ પણ વાંચોઃ સુર્યગ્રહણ પર ત્રણ ગ્રહ એક નક્ષત્રમાંઃ આજના દાનનું હોય છે ખાસ મહત્ત્વ

Back to top button