ટ્રેન્ડિંગમનોરંજન

અતિક અહેમદ કેસમાં એક્ટ્રેસ મીરા ચોપરાએ કરી પોસ્ટ, મીરા ચોપરાએ યોગી આદિત્યનાથને કહ્યા રોકસ્ટાર!

Text To Speech

માફિયા અતીક અહેમદની હત્યા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી મીરા ચોપરાએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે એક ટ્વિટ કર્યું છે. વાંચો આ અહેવાલ….

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મીરા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરવામાં આવી હતી. ઘણા નેતાઓ અને સેલિબ્રિટીઓ પણ આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે તેના પર પ્રતિક્રિયા આપતા બોલિવૂડ અભિનેત્રી મીરા ચોપરાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને રોકસ્ટાર કહ્યા છે.

મીરાએ યોગી આદિત્યનાથને કહ્યા રોકસ્ટાર

મીરા ચોપરા બોલિવૂડ અને સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે, જે માત્ર પોતાના અભિનય માટે જ નહીં પરંતુ પોતાના નિવેદનો માટે પણ જાણીતી છે. મીરાએ તાજેતરની ઘટના પર સીએમ યોગી વિશે ટ્વિટ કર્યું છે. મીરાએ પોતના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે “CM યોગી આદિત્યનાથ એક રોકસ્ટાર છે.” આ સિવાય મીરાએ હેશટેગ અતિક અહેમદ પણ લખ્યું છે. આ ઉપરથી કહી શકાય કે તે અતીક અહેમદ હત્યા કેસની વાત કરી રહી છે.

મીરા ચોપરાની ફિલ્મો

મીરા ચોપરાની વાત કરીએ તો તે બોલીવુડ-હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની કઝીન છે. મીરાએ હિન્દી, તમિલ, તેલુગુ સહિત ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. તે ‘1920 લંડન’, ‘ગેંગ ઓફ ઘોસ્ટ’ ‘ભૂત’, ‘સેક્શન 375’ જેવી બોલિવૂડની ફિલ્મો માટે જાણીતી છે. તે હોટસ્ટારના શો ‘ધ ટેટૂ મર્ડર્સ’માં પણ જોવા મળી ચૂકી છે.

આ પણ વાંચો: એન્કાઉન્ટર માટે દેશમાં શું કાયદો છે? જાણો- સુપ્રીમ કોર્ટ અને NHRCની કડક માર્ગદર્શિકા

Back to top button