

- સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની બોડકદેવ પોલીસે કરી ધરપકડ.
- આરોપી સગીરાને મારી નાખવાની ધમકી આપતો હતો.
રાજ્યમાં દુષ્કર્મ આચરનારાઓ બેફામ બન્યા હોય એવું વર્તાઈ રહ્યું છે, ત્યારે અમદાવાદના બોડકદેવમાં 11 વર્ષની સગીરા સાથે ત્રણથી ચાર વખત દુષ્કર્મ ગુજારનાર હોટલ વેઈટરની પોલીસે ધરપકડ કરી છે, આરોપી સગીરાનુ મો દબાવી તેની સાથે જબરજસ્તી કરી હતી સાથે જ સગીરા સ્કૂલે જતી હોય તે સમયે પણ તેનો પીછો કરી પરેશાન કરતો હતો. જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
સ્કૂલે જતી સગીરાનો આરોપી પીછો કરી પરેશાન કરતો હતો:
સગીરા આરોપી પ્રવેશ દિવાકરને સંબંધ રાખવા ના પાડતી ત્યારે તે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી જતો અને તેરે સાથ રિસ્તા રખના હૈ તેમ જણાવી તેને પરેશાન કરતો હતો. 13 જુલાઈના રોજ પણ આરોપી સગીરાની સ્કૂલ સુધી પહોંચ્યો હતો. જે બાદ મામલો સામે આવતા સગીરાએ તેના માતા પિતાને આ અંગે જાણકારી આપી હતી. જે અંગે પરિવારએ પોલીસનો સંપર્ક કરી ગુનો નોંધાવ્યો છે. મહત્વનું છે કે આરોપી અને સગીરા એકબીજાની નજીકમાં વિસ્તારમાં જ રહે છે. જેથી પરિવાર અને સગીરાને ડર હતો કે જો તે પોલીસને જાણ કરશે તો આરોપી તેમના પર હુમલો પણ કરી શકે છે. જેથી પરિવાર પોલીસ ફરિયાદ કરતા પણ ડરતા હતા.
બોડકદેવ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી:
આરોપીનું નામ પ્રવેશ દિવાકર છે જે 22 વર્ષની ઉંમરનો છે અને હોટલમાં વેઈટર તરીકે કામ કરે છે. આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં સાત જુલાઈના રોજ રાત્રે દોઢ વાગે સગીરાનું મો દબાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારબાદ ત્રણથી ચાર વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજારી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સગીરા તેનો વિરોધ કરતી ત્યારે આરોપી તેને મારી નાખવાની ધમકી આપતો હતો. જોકે પરિવારને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને જે અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટ:ચાલુ શાળાએ વિદ્યાર્થીનું મોત, પરીક્ષા આપતા સમયે જ ધો.12નો વિદ્યાર્થી ઢળી પડ્યો