ગુજરાતટોપ ન્યૂઝ

ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઈને ગુજરાત પહોંચી, હવે થશે મોટા ખુલાસા

Text To Speech
  • ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતમાં કર્યો પ્રવેશ
  • કાશ્મીરથી ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની મેળવી કસ્ટડી
  • ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલને ગુજરાત લવાયો

ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઈને ગુજરાત પહોંચી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. કાશ્મીરથી ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની કસ્ટડી મેળવી છે. તેમાં ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલની કસ્ટડી મેળવી હતી.

આ પણ વાંચો: ઓનલાઇન છેતરપિંડી: યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહી રૂ.69 હજાર પડાવ્યા 

જાણો મહાઠગ કિરણ પટેલ વિશે:

ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં તે ગત વર્ષે જુલાઇ મહિનામાં ઉત્તરાખંડમાં કેદારનાથ અને ઋષિકેશમાં જઇને પીએમઓના અધિકારીના નામે કેટલાંક વેપારીઓ સાથે મીટીંગ કરી હતી. જે બાબત સામે આવતા ઉત્તરાખંડ પોલીસની એક ટીમ શ્રીનગર પહોંચી હતી અને કિરણ પટેલની પુછપરછ કરી હતી. જો કે તેણે ઉત્તરાખંડમાં ઝેડ પ્લસ કે અન્ય કોઇ સુરક્ષા લીધી નહોતી.

આ પણ વાંચો: સુરતમાં નકલી ISIનો માર્કો લગાવી મીનરલ પાણીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઇ 

વર્ષ 2019ની એક ફરિયાદ મામલે EDએ તપાસ હાથ ધરી

ગુજરાતના મહાઠગ કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના મામલે હવે તપાસનો દૌર તેજ બન્યો હતો. અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી કિરણ પટેલ ભારતનો ઠગભગત બની ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને PMOનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને સાભ લેતો હતો.

આ પણ વાંચો: ગુજરાત: પાલિકાએ વિવિધ આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ કેન્દ્રો શરૂ કર્યા, પણ વેક્સિન ખલાસ 

આ ભેજાબાજે સ્થાનિક પોલીસને એવી તે ગોટે ચઢાવી કે Z+ સિક્યોરિટી કવર, બુલેટપ્રૂફ SUV,ફાઈવ સ્ટારમાં રોકાણ જેવી VVIP સુવિધાઓ મળી રહી હતી. ત્યારે હવે આ મહાઠગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કાશ્મીરમાંથી પકડાયેલા મહાઠગ કિરણ પટેલ સામે હવે એજન્સી એન્ફોર્સ ડિરેટરેટ (ED)એ તપાસ શરૂ કરી છે. વર્ષ 2019ની એક ફરિયાદ મામલે EDએ તપાસ હાથ ધરી છે. ત્યારે આજે કિરણ પટેલને ગુજરાત લાવવામાં આવ્યો છે.

Back to top button