ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા માર્કેટમાં બાઈક સળગી

Text To Speech

પાલનપુર: ડીસા શહેરના જુના શાક માર્કેટ વિસ્તારમાં બાઈકને આગ લાગવાના ઘટના સામે આવી છે. ડીસા શહેર વચ્ચે ભીડભાડ વાળા વિસ્તારમાં જૂનું શાક માર્કેટ આવેલું છે. જ્યાં રોડ ઉપર જ એક બાઈક માં એકાએક આગ લાગી ગઈ હતી.

જેના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં નાશભાગ મચી ગઈ હતી. આગ લાગતાં જ આજુબાજુમાં આવેલી દુકાનમાંથી લોકોએ દોડી આવીને સળગી રહેલી બાઈક ઉપર પાણી નો મારો ચલાવ્યો હતો, અને આગ બુઝાવી દીધી હતી.

આ પણ વાંચો:સુરતમાં નકલી ISIનો માર્કો લગાવી મીનરલ પાણીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઇ

Back to top button