- શહેરમાં આરોગ્ય કેન્દ્રો પર કોરોના રસીનો જથ્થો ઉપલબ્ધ નથી
- કેટલીક ખાનગી હોસ્પિટલમાં કોરોના રસી મળી રહી છે
- ગુજરાતમાં કોરોનાના કેસોમાં નજીવો વધારો
શહેરમાં વેક્સિનનો જથ્થો ખલાસ છતાં એક પણ કેન્દ્ર પર બૂમ નહીં. તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલ સિવાય ક્યાંય રસી નથી. જેમાં પાલિકા દ્વારા હાલ કોઇ નિયંત્રણ લાદવામાં આવ્યા નથી. તેમજ ખાનગી હોસ્પિટલને બાદ કરતા શહેરમાં કોરોના રસીનો જથ્થો ઉપલબ્ધ નથી. છેલ્લા બે સપ્તાહમાં કોરોનાના કેસમાં વધારો થવા છતાં શહેરના એક પણ આરોગ્ય કેન્દ્ર પર કોરોનાની રસી લેવા માટે લોકોએ ઉત્સાહ બતાવ્યો નથી. પાલિકા પાસે કોરોનાની વેક્સિન ખલાસ થઇ ગઇ છે. બેથી અઢી મહિના કરતા વધુ સમયથી વેક્સિન નહી હોવા છતાં બૂમ પડી નથી.
આ પણ વાંચો: ગુજરાતના કોમી તોફાનોમાં વધુ એક ચુકાદો આવશે
પાલિકાએ વિવિધ આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ કેન્દ્રો શરૂ કર્યા
કોરોનાની રસી આવ્યા બાદ પાલિકાએ વિવિધ આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ કેન્દ્રો શરૂ કર્યા હતા. ફેબ્રુઆરી સુધી કોરોનાના કેસો નહીવત હોવાથી કોરોનાની રસી માટે કોઇએ રસ દાખવ્યો નહોતો. શહેરના મોટા ભાગના લોકોએ કોરોના રસીના પહેલા અને બીજા ડોઝ ઉપરાંત બુસ્ટર ડોઝ પણ લઇ લીધા છે. કોરોના રસી નહી લીધી હોય તેવા લોકોએ પણ છેલ્લા કેટલાક સમયથી રસીની પૂછપરછ બંધ કરી દીધી છે. પાલિકા પાસે ઉપલબ્ધ રસીનો જથ્થો બે અઢી મહિના પહેલા જ સંપૂર્ણપણે ખલાસ થઇ ગયો હતો. પાલિકા સંચાલિત એક પણ સ્થળે રસીકરણ કામગીરી થતી નહોતી એટલુ જ નહીં ગણ્યાગાંઠયા લોકો રસીકરણ માટે પૂછપરછ કરતા હતા. હાલમાં દરરોજ સરેરાશ ત્રીસથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા હોવા છતાં રસીની માંગ નીકળી નથી. કેટલીક ખાનગી હોસ્પિટલને બાદ કરતા શહેરમાં કોરોના રસીનો જથ્થો ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: સુરતમાં નકલી ISIનો માર્કો લગાવી મીનરલ પાણીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઇ
ગુજરાત અને દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં નજીવો વધારો
પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત અને દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં નજીવો વધારો થવા છતાં સુરતમાં સ્થિત અત્યંત સામાન્ય છે. કોરાના સંક્રમિત લોકો ઘરે આરામ કરે એ સિવાય પાલિકા દ્વારા હાલ કોઇ નિયંત્રણ લાદવામાં આવ્યા નથી.