KD Hospital : 40 વર્ષીય મહિલાના બંને ફેફસાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
ગુજરાતની 40 વર્ષની વય ધરાવતી મહિલાને, KD હૉસ્પિટલ અને ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ્સ, હૈદરાબાદ ના સિનિયર ડોકટરોની ટીમે બે ફેફસાં બદલવાની જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ દર્દીને ઈનટેરસ્ટીયલ લંગ ડીસીઝ (ILD)ને કારણે શ્વસન પ્રક્રિયાના ફેઈલ્યોરની સ્થિતિ ઉભી થઈ હતી. કીમ્સ હૉસ્પિટલ, હૈદ્રાબાદના પ્રોગ્રામ ડિરેકટર અને હાર્ટ/લંગ ટ્રાન્સપ્લાન્ટના વડા ડો. સંદીપ અત્તાવર અને ડો ભાવિન દેસાઈ, સિનિયર કન્સલ્ટન્ટ CTVS, KD હૉસ્પિટલ ની આગેવાની હેઠળની ટીમ અને KD હૉસ્પિટલના સિનિયર ટ્રાન્સપ્લાન્ટ પલ્મોનોલોજીસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ, ડો. હરજીત ડુમરા, ડો. મુકેશ પટેલ, ડો. પ્રદીપ ડાભી, ડો.માનસી દંડનાયક, ડો. વિનિત પટેલની ટીમે સતત 12 કલાક ચાલેલા આ જટિલ ઓપરેશનની કામગીરી કરી હતી.
આ પણ વાંચો : G20 : ગુજરાતના ગૌરવસમા સૂર્યમંદિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રતિનિધિઓ સાથે જોડાયા
ડોકટરોની ટીમે પરિસ્થિતિની વિગતવાર સમિક્ષા કરીને બંને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. આ મહિલાનુ ફેફસાંની યોગ્ય જોડી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. સમગ્ર દેશમાં અંગદાન અંગેની જાગૃતિમાં મહત્વની ભૂમિકા બજાવનાર નિલેશ માંડલેવાલા (સ્થાપક- ડોનેટ લાઈફ)એ અંગદાન કરવા માટે મૃતકના સંબંધિઓને સમજાવતાં, ચાર્ટર વિમાન મારફતે ફેફસાં સુરતથી અમદાવાદ લાવી શકાયા હતા. સુરત અને અમદાવાદ પોલિસની ટીમે ગ્રીન કોરિડોર ઉભો કરીને આ કામગીરી બજાવી હતી. સર્જરી સફળ નિવડી હતી અને ટ્રાન્સપ્લાન્ટ પછી ફેફસાં સારી રીતે કામ કરતાં થઈ ગયા હતા. ડૉ. સંદીપ અત્તાવર, કીમ્સ હૉસ્પિટલ, હૈદ્રાબાદના પ્રોગ્રામ ડિરેકટર અને હાર્ટ/લંગ ટ્રાન્સપ્લાન્ટના વડાએ ઉમેર્યું હતું, “આ કીસ્સામાં પ્રથમ વાર ગુજરાતની મહિલા દર્દીમાં રાજ્યમાંજ બંને ફેફસાનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. તાજેતરમાં, ભારતમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ, તે ફેફસાના એન્ડ સ્ટેજ રોગો ધરાવતા ઘણા દર્દીઓ માટે એક પ્રકાશની કિરણ બન્યું છે.”