મોબાઇલ ફોન શોધનાર માર્ટિન કૂપરે કેમ આપી સ્ક્રીન ટાઇમ ઓછો કરવાની સલાહ?
- મોબાઇલ ફોન શોધનાર માર્ટિન કૂપરને 2013માં માર્કોની પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
- આ પુરસ્કારનું નામ રેડિયોની શોધ કરનાર ગુગ્લિએલ્મો માર્કોનીના નામ પર રાખવામાં આવ્યુ હતુ.
- માર્કોનીને એવું મહેસુસ થવા લાગ્યુ છે કે લોકો મોબાઇલનો ઉપયોગ જરૂર કરતા વધુ કરી રહ્યા છે.
આજે મોબાઇલ ફોન વગર વ્યક્તિના જીવનની કલ્પના પણ થઇ શકતી નથી. બજારમાંથી શોપિંગ કરવી હોય કે કોઇ પેમેન્ટ કરવુ હોય, દરેક વસ્તુ મોબાઇલ ફોને સરળ બનાવી દીધી છે. આજ કારણ છે કે લોકો કલાકો સુધી મોબાઇલને ચિપકેલા રહે છે. મોબાઇલ પ્રત્યે લોકોના એડિક્શનને જોતા મોબાઇલ શોધનાર માર્ટિન કૂપર ચિંતામાં છે. તેમણે મોબાઇલનો ઓછો ઉપયોગ કરીને લોકોને પોતાનું જીવન સારી રીતે જીવવાની સલાહ આપી છે.
મોબાઇલ ફોન શોધનાર માર્ટિન કૂપરને 2013માં માર્કોની પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પુરસ્કારનું નામ રેડિયોની શોધ કરનાર ગુગ્લિએલ્મો માર્કોનીના નામ પર રાખવામાં આવ્યુ હતુ. આ પુરસ્કારને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. જોકે મોબાઇલ શોધનાર માર્કોનીને એવું મહેસુસ થવા લાગ્યુ છે કે લોકો મોબાઇલનો ઉપયોગ જરૂર કરતા વધુ કરી રહ્યા છે.
સેલફોનના જનક જાણીતા અમેરિકી એન્જિનિયર માર્ટિન કૂપર કહે છે કે આપણા ખિસ્સામાં જે નાનકડુ ઉપકરણ છે તેની ક્ષમતા અસીમ છે, તેમ છતાં પણ મને એ ચિંતા થાય છે કે કોઇ વ્યક્તિ રોડ ક્રોસ કરતા કેવી રીતે તેનો ઉપયોગ કરી લે છે.ઇતિહાસમાં પહેલી વાર સેલફોનના શોધકે આ વાત પર આશ્વર્ય વ્યક્ત કર્યુ છે કે લોકો વર્તમાનમાં પોતાના ગેઝેટ્સ પર કેટલો સમય વ્યતીત કરી રહ્યા છે. મેં ભલે મોબાઇલ શોધ્યો, પરંતુ મારા પૌત્ર પૌત્રીઓ તેનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે તેવો હું ન કરી શક્યો.
ગેટ અ લાઇફ યાર…
માર્ટિન કૂપરે લોકોને સલાહ આપતા કહ્યું કે શું તમે દિવસભર ફોન પર ચાર-પાંચ કલાકનો સમય વિતાવો છો? ગેટ અ લાઇફ.. જિંદગી જીવો યાર..તેમણે દરેક વ્યક્તિને સલાહ આપતા કહ્યુ કે મોબાઇલ ફોનનો ખૂબ ઓછો ઉપયોગ કરો. તેમણે કહ્યુ કે લોકોએ વર્ચ્યુઅલ જિંદગી છોડીને અસલી જિંદગી જીવવી જોઇએ.
આ પણ વાંચોઃ સુર્યદેવ કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશઃ આ લોકો રહેજો સાવધાન