વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી બનશે, એક્સપ્રેસ વેની ટોલ ફીમાં વધારો
- વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં થશે વધારો
- એક્સપ્રેસ વેની ટોલ ફીમાં 10 રૂપિયાનો વધારો
- 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો થશે લાગુ
બે દિવસ પછી એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે આ એપ્રિલ મહિનામાં કેટલાક નવા ફેરફાર થવા જઈ રહ્યા છે. ત્યારે 1 એપ્રિલથી અમદાવાદ-વડોદરાના ટોલ ટેક્સમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે. ત્યારે હવે અહીથી પસાર થતા વાહન ચાલકોના ખિસ્સા પર વધારાનો બોજ પડવા જઈ રહ્યો છે.
1 એપ્રિલથી ટોલ ટેક્સમાં થશે વધારો
જાણકારી મુજબ 1 એપ્રિલથી હવે વડોદરા અને અમદાવાદ વચ્ચે નેશનલ એક્સપ્રેસ વે તથા નેશનલ હાઈવે 48 પર ટોલ ફીનો વધારો અમલી કરવામાં આવનાર છે. જેના કારણે અહીથી અનર જવર કરતા લોકોના ખિસ્સા પર અસર પડશે.
5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો
RBI એ આ અંગે જાહેરાત કરી છે. જેમાં જણાવ્યા મુજબ વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરવામા આવ્યો છે. આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જઈ રહેલા લોકોને ફાસ્ટટેગની ટોલ ફી 50 રૂપિયા, નડિયાદ માટે 70 રૂપિયા, વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે.
રઘવાણજના ટોલ નાકા પર પણ મોટરકારના 105 રૂપિયા
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે (NH 48) રઘવાણજના ટોલ નાકા પર પણ મોટરકારના 105 રૂપિયા અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલનાકા પર કાર લઈને જવા પર 150 રૂપિયા વસૂલવામાં આવશે.ત્યારે આ ટોલ ટેક્સ ફીમાં વધારો થતા સામાન્ય માણસને મોંધવારીનો વધુ એક ઝટકો મળશે.
આ પણ વાંચો : સલમાન ખાનને બોમ્બે હાઇકોર્ટે આપી મોટી રાહત, પત્રકાર સાથે ખરાબ વર્તન મામલે FIR રદ્દ કરવા આદેશ