મનોરંજન

સલમાન ખાનને બોમ્બે હાઇકોર્ટે આપી મોટી રાહત, પત્રકાર સાથે ખરાબ વર્તન મામલે FIR રદ્દ કરવા આદેશ

Text To Speech
  • બોમ્બે હાઈકોર્ટમાંથી સલમાન ખાનને મોટી રાહત
  • વર્ષ 2019માં પત્રકાર સાથે દુર્વ્યવહાર અને મારપીટનો કેસ
  • કોર્ટે આરોપોને પાયાવિહોણા ગણાવી ફરિયાદ રદ કરવા આદેશ કર્યો

સલમાન ખાનને આજે બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. પત્રકાર સાથે ગેરવર્તન કરવાના આરોપોને ખોટા ગણાવતા કોર્ટે સલમાન ખાન વિરુદ્ધ વર્ષ 2019માં કરવામાં આવેલી ફરિયાદને ફગાવી દીધી છે.

બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાનને આપી રાહત

2019ના એક કેસમાં અભિનેતા સલમાન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. પત્રકાર સાથે ગેરવર્તન કરવાના આરોપોને ખોટા ગણાવતા કોર્ટે સલમાન ખાન સામેની ફરિયાદને ફગાવી દીધી છે.બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાનને પત્રકાર સાથે ગેરવર્તન કરવાના આરોપમાં નોંધાયેલ FIR રદ કરવાનો આદેશ આપ્યો છે.

પત્રકારે લગાવ્યો હતો આ આરોપ

2019 માં અશોક પાંડે નામના પત્રકારે આરોપ લગાવ્યો હતો કે સલમાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખે તેની સાથે મારપીટ કરી હતી અને દુર્વ્યવહાર કર્યો હતો. પત્રકારે સૌથી પહેલા અંધેરીના મેજિસ્ટ્રેટને તેની ફરિયાદ કરી હતી.

સલમાન ખાન-humdekhengenews

સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

પત્રકારના વકીલે ફરિયાદ નોંધાવતી વખતે કહ્યું હતું કે 2019માં જ્યારે અશોક પાંડે સલમાન સાથે ફોટો પડાવી રહ્યા હતા ત્યારે અભિનેતાના બોડીગાર્ડે તેનો ફોન છીનવી લીધો હતો અને મારપીટ કરી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સલમાને તેને ધમકી પણ આપી હતી.પત્રકારે આ અંગે અંધેરીના મેજિસ્ટ્રેટમાં ફરિયાદ નોંધાવી હતી.જો કે આજે હાઈકોર્ટે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને સલમાનને ક્લીનચીટ આપી છે.

આ પણ વાંચો : સુરત : સ્પીડમાં વાહન ચલાવનારની હવે ખેર નહિ, સુરત પોલીસને સરકારે આપી નવી 30 લેઝર સ્પીડ ગન

Back to top button